For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandrayaan 2: 10 વર્ષના ટાબરિયાંએ ISROને ચિઠ્ઠી લખી, કહી એ વાત જેનો કોઈને અંદાજો પણ નહિ હોય

Chandrayaan 2: 10 વર્ષના ટાબરિયાંએ ISROને ચિઠ્ઠી લખી, કહી એ વાત જેનો કોઈને અંદાજો પણ નહિ હોય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 7 સપ્ટેમ્બરે મોડી રાત્રે 1.55 વાગ્યે ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમનું ચંદ્ર પર લેન્ડિંગ થવાનું હતું, પરંતુ ચંદ્ર પર લેન્ડિંગથી 2.1 કિમી પહેલા જ લેન્ડરનો સંપર્ક ઈસરો સેન્ટરથી ટૂટી ગયો. લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટતાં જ વૈજ્ઞાનિકોની સાથોસાથ દેશભરના લોકો માયૂસ થઈ ગયા. જો કે, થોડી વારમાં જ ઈસરોનો જૂસ્સો વધારતા સંદેશાઓનો વરસાદ થવા લાગ્યો. આ સંદેશાઓએ અંતરિક્ષમાં તમામ ઉપલબ્ધિઓ હાંસલ કરનાર ઈસરોને હાર ન માનવા અને નિરંતર આગળ વધવા માટે પ્રેરિત કર્યા. એવો જ એક ભાવનાત્મક સંદેશ 10 વર્ષના બાળકે ઈસરોને લખ્યો.

અંજનિયાએ ઈસરોને કહ્યું કે...

અંજનિયાએ ઈસરોને કહ્યું કે...

અંજનિયા કૌલ નામના આ બાળકે ઈસરોના વૈજ્ઞાનિકો માટે એક પત્ર લખ્યો છે જેનું મથાળું હતું, 'એક આભારી ભારતીયની ભાવનાઓ', અંજાનિયાએ ઈસરોને પોતાના આગામી વર્ષે જૂનમાં ચંદ્રયાન-3 લૉન્ચ કરવા માટે પોતાના મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવા આગ્રહ કર્યો છે. સનિવારે પોતાની માતા જ્યોતિ કૌલ દ્વારા ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલ સંદેશમાં અંજનિયાએ ઈસરોને નિરાશ ન થવા કહ્યું. અંજનિયાએ લખ્યું કે, 'આપણે ભૂલવું ન જોઈએ કે ઑર્બિટર હજુ પણ કામ કરી રહ્યું છે અને તે જલદી જ આપણે તસવીરો પણ મોકલશે.'

ઈસરોના વૈજ્ઞાનિકો આગલી પેઢી માટે પ્રેરણા છેઃ અંજનિયા

અંજનિયાએ આ પત્રમાં લખ્યું કે ઈસરોના વૈજ્ઞાનિકો આગલી પેઢી માટે પ્રેરણા છે, વધુમાં લખ્યું કે, 'ઈસરો તમે અમારા ગર્વ છો. આટલી જલદી દુખી ન થાઓ. આપણે ચંદ્ર પર જરૂર પહોંચીશું.' રવિવારે ઈસરો ચીફ સિવને જણાવ્યું કે ચંદ્રયાન 2નું લેન્ડર મળી ગયું છે પરંતુ હજુ સુધી તેની સાથે કોન્ટેક્ટ થઈ શક્યો નથી. સિવને એમ પણ જણાવ્યું કે ઑર્બિટરે લેન્ડરની થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે. જણાવી દઈએ કે શનિવારે લેન્ડર વિક્રમે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ થવાનું હતું પરંતુ ચંદ્રથી માત્ર 2.1 કિમીની દૂરી પર જ ગ્રાઉન્ડ સ્ટેશન પરથી સંપર્ક તૂટી ગયો.

આટલી જલદી દુખી ન થાઓ- અંજનિયા

આટલી જલદી દુખી ન થાઓ- અંજનિયા

કે સિવને અગાઉ જણાવ્યું હતું કે ચંદ્રયાન 2 મિશનના બે ઉદ્દેશ્ય છે, એક સાયન્સ અને બીજું ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશન. સાયન્સ પાર્ટ મોટાભાગે ઓર્બિટરની જવાબદારી છે જ્યારે બીજા ભાગમાં લેન્ડિંગ અને રોવર હતું. સાઈન્ટિફિક પાર્ટમાં જોઈએ તો ઓર્બિટરમાં વિશેષ પેલોડ્સ છે અને આપણે તેના દ્વારા ચંદ્રની સપાટી પર 10 મીટર સુધી પોલર રીઝનમાં પાણી અને બરફનો પતો લગાવી શકીએ છીએ.

વિક્રમનું લોકેશન મળ્યું

વિક્રમનું લોકેશન મળ્યું

વિક્રમનું લોકેશન મળતાં જ કેટલાય રહસ્યો ખુલવાની ઉમ્મીદ છે. ઈસરોના વૈજ્ઞાનિકોને પતો લાગી ગયો છે કે તેમના સંપર્કથી બહાર જનાર વિક્રમ લેન્ડર અત્યાર ક્યાં છે. હવે એ વાતની કોશિશ કરવામાં આવી રહી છે કે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર લેન્ડ કરી ગયું છે, પરંતુ તેને નુકસાન કેટલું થયું. ઈસરો ચીફે કહ્યું કે લેન્ડરનો સંપર્ક સ્થાપિત કરી લેવામાં આવશે. કે સિવને પહેલા પણ કહ્યું હતું કે આ મિશન નાકામ નથી થયું અને ઑર્બિટર ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક ચક્કર લગાવી રહ્યું છે. તેમણે ફરી એકવાર ઉમ્મીદ જતાવી છે કે લેન્ડરથી સંપર્ક કરી લેવામાં આવશે.

Chandrahyaan 2: લેંડર વિક્રમ સાથે આ કારણે નથી થઈ રહ્યો સંપર્ક, ચંદ્રયાન 1ના ડાયરેક્ટરે જણાવ્યુ કારણChandrahyaan 2: લેંડર વિક્રમ સાથે આ કારણે નથી થઈ રહ્યો સંપર્ક, ચંદ્રયાન 1ના ડાયરેક્ટરે જણાવ્યુ કારણ

English summary
chandrayaan 2: 10 year old boy wrote letter to isro, says don't loose hope
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X