For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Chandrayaan2: લેન્ડિંગ પહેલાની 15 મિનિટ સૌથી ખતરનાક, ISRO ચીફે જણાવ્યું કારણ

#Chandrayaan2: લેન્ડિંગ પહેલાની 15 મિનિટ સૌથી ખતરનાક, ISRO ચીફે જણાવ્યું કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. આજે ચંદ્રયાન 2 ચાંદ પર લેન્ડ થવા જઈ રહ્યો છે. ઈસરોનું મિશન ચંદ્રયાન 2 ગણતરીની કલાકોમાં જ ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર ઉતરવા જઈ રહ્યું છે, પરંતુ લેન્ડિંગની ઠીક પહેલા 15 મિનિટ આ મિશન માટે અતિ ખતરનાક હોય છે. ચંદ્રયાન 2 હાલ પોતાના મિશનના સૌથી અઘરા સમગાળાથી પસાર થઈ રહ્યું છે. 7 સપ્ટેમ્બરે રાત્રે 1.30 વાગ્યાથી 2.30 વાગ્યા દરમિયાન ચંદ્રયાન 2 વિક્રમ લેન્ડર ચાંદના દક્ષિણી ધ્રુવ પર ઉતરવા જઈ રહ્યું છે. લેન્ડિંગ પહેલાની 15 મિનિટ બહુ ખાસ હોય છે.

આખરી 15 મિનિટ બહુ મુશ્કેલ

આખરી 15 મિનિટ બહુ મુશ્કેલ

ચંદ્રયાન 2નો સૌથી મોટો પડકાર હવે શરૂ થઈ ચૂક્યો છે. ઈસરોના વૈજ્ઞાનિકો માટે આખરી 15 મિનિટ પડકારજનક હશે. લેન્ડિંગના અંતિમ 15 મિનિટમાં ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડર અને તેમાં રાખેલ પ્રજ્ઞાન રોવરને કોઈપણ પ્રકારના નુકસાન વિના ચંદ્રની સપાટી પર ઉતારવાનું છે. આ આખરી મિનિટની મુશ્કેલીને લઈ ઈસરોના ચેરમેચ ડૉ. સિવને જણાવ્યું કે કોઈપણ મિશન માટે આ સમય બહુ ખાસ હોય છે. આખરી 15 મિનિટ દરમિયાન ચાંદની સપાટીથી 30 કિમી ઉપરથી લેન્ડિંગની શરૂઆત થશે. જેમાં કુલ 15 મિનિટનો સમય લાગશે. જેમણે જણાવ્યું કે ઈસરોએ ચાંદની સપાટી પર ઉતરવાની સાથે જોડાયેલ આ અભિયાનને પહેલા ક્યારેય અંજામ આપ્યો નથી. એવામાં આ 15 મિનિટ તેમના માટે બહુ મહત્વપૂર્ણ હશે.

ઈસરો ચીફે કારણ જણાવ્યું

ઈસરો ચીફે કારણ જણાવ્યું

તેમણે કહ્યું કે જો તમે યાનમાંથી કંઈક છોડો છો તો તે કોઈ ફુટબોલની જેમ નીચે પડે છે. આ ઈસરો માટે અતિ જટિલ પ્રક્રિયા છે કેમ કે આ અમારા માટે એકદમ નવી છે. જો કે પહેલા પણ તેને અંજામ આપવામાં આવી ચૂક્યો છે તેમના માટે આ આસાન નહોતું. જે લોકો આને પહેલા પણ અંજામ આપી ચૂક્યા છે તેમના માટે પણ આ બહુ કઠિન પ્રક્રિયા છે. ડૉ. સિવને કહ્યું કે અમે આ પહેલીવાર કરી રહ્યા છીએ માટે અમારા માટે આ જોખમભર્યા 15 મિનિટ છે. તેમણે કહ્યું કે લેન્ડિંગ દરમિયાન જ્યાે યાન નીચે આવી રહ્યું હોય છે તો તેને સંભાળવું સૌથી કઠિન હોય છે.

ચંદ્રયાન 2 પર ચાર એન્જીન

ચંદ્રયાન 2 પર ચાર એન્જીન

ચંદ્રયાન 2ના ચાર કાન પર ચાર એન્જીન હોય છે જે તેને પકડીને રાખે છે. ઈસરો ચીફે કહ્યું કે લેન્ડિંગ દરમિયાન જ્યારે ચંદ્રયાનના ચાર એન્જીન ચાલી રહ્યાં હશે તો તેનીથી ઘણી ધૂડ ઉડી શકે છે અને ભ્રમ પેદા થઈ શકે છે. તેમણે કહ્યું કે અંતરિક્ષ વિજ્ઞાનમાં હંમેશા કેટલાય જોખમ હોય છે. પછી ભલેને તમે પહેલ પણ કેમ ન કરી ચૂક્યા હોવ. કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે અમે તૈયાર છીએ. અમે અમારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. બાકી બધા પરિણામ માટે અમે તૈયાર છીએ.

દેશ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે, ચંદ્રયાન-2નું લેન્ડિંગ જોવા રાત્રે 1 વાગ્યે ઈસરો પહોંચશે પીએમ મોદીદેશ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે, ચંદ્રયાન-2નું લેન્ડિંગ જોવા રાત્રે 1 વાગ્યે ઈસરો પહોંચશે પીએમ મોદી

English summary
chandrayaan 2: 15 minutes before landing is very dangerous says chairmen of isro
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X