ચંદ્રયાન 2એ મોકલ્યા ચંદ્રની સપાટીના ફોટો, 2 દિવસ બાદ ચંદ્રની ત્રીજી સપાટીમાં પ્રવેશ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને 21 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 2ને સફળતાપૂર્વક ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરાવી દીધો છે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને 21 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 2ને સફળતાપૂર્વક ચંદ્રની બીજી કક્ષામાં પ્રવેશ કરાવી દીધો છે. 28 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 2 આ ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરશે. ચંદ્રયાન 2એ સ્પેસમાંથી ચંદ્ર અને પૃથ્વી બંનેના અમુક ખૂબ જ શાનદાર ફોટા લીધા છે. ચંદ્રયાન 2 પર લાગેલા કેમેરાથી પાડવામાં આવેલા ચંદ્રની સપાટીના ફોટો ઈસરોએ શેર કર્યા છે. 23 ઓગસ્ટના રોજ આ ફોટા શેર કરવામાં આવ્યા. ચંદ્રયાન 2એ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં પણ ધરતીના ફોટા લીધા હતા.

chandrayaan

ઈસરોએ ટ્વીટ કરીને 3 ઓગસ્ટ, 2019ના રોજ ચંદ્રયાન 2ના વિક્રમ લેંડર LI4 કેમેરેથી લીધેલા પૃથ્વીના ફોટાને શેર કર્યો હતો. આ ફોટામાં પૃત્વીને અલગ અલગ રંગોમાં જોઈ શકાય છે. ચંદ્રયાને 20 ઓગસ્ટના રોજ ચંદ્રની પહેલી કક્ષામાં પ્રવેશ કર્યો હતો. ચંદ્રમાની સપાટી પર 7 સપ્ટેમ્બરના રોજ ઉતરશે. લેંડરથી ઉતરતા પહેલા ધરતીથી બે કમાંડ આપવામાં આવશે જેથી લેંડરની ગતિ અને દિશા સુધારવામાં આવી શકે અને તે ધીરેથી સપાટી પર ઉતર્યા.

ઑર્બિટર અને લેંડરમાં ફિટ કરાયેલ કેમેરા લેંડિગ ઝોનના રિયલ ટાઈમ એસેસમેન્ટ ઉપલબ્ધ કરાવશે. લેંડરમાં નીચે લાગેલા કેમેરા સપાટીને સ્પર્શે તે પહેલા તેનુ એસેસમેન્ટ કરશે અને જો કોઈ પ્રકારની અડચણ આવી તો તે શોધશે. ચંદ્રયાન 2 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત પ્રક્ષેપણ કેન્દ્રથી 22 જુલાઈના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યુ હતુ જે અભિયાન સફળ રહ્યુ. અત્યાર સુધી રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત ચંદ્રમાની સપાટી પર રોવર પહોંચાડનાર ચોથો દેશ બની જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X