દેશ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે, ચંદ્રયાન-2નું લેન્ડિંગ જોવા રાત્રે 1 વાગ્યે ઈસરો પહોંચશે પીએમ મોદી

દેશ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે, ચંદ્રયાન-2નું લેન્ડિંગ જોવા રાત્રે 1 વાગ્યે ઈસરો પહોંચશે પીએમ મોદી

નવી દિલ્હીઃ આજે ભારત નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ચંદ્રયાન 2 ચંદ્રમાની સપાટી પર ઉતરવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક પળને જોવા માટે પીએમ મોદી આજે રાત્રે 1 વાગ્યે ઈસરો પહોંચી રહ્યા છે. પીએમ મોદી રાત્રે 1 વાગ્યે બેંગ્લોર સ્થિત ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના મુખ્યાલયે પહોંચશે. અહીં પીએમ મોદી વૈજ્ઞાનિકોની સાથે ચંદ્રયાન 2નું ચાંદ પર લેન્ડિંગ જોશે.

chandrayaan 2

પીએમ મોદીએ શુક્રવારે લોકોને આગ્રહ કર્યો કે લકો ચંદ્રયાન 2ને ચંદ્રમાની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા જુએ અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે. પીએમ મોદીએ ટ્વીટ કરી લોકોને અપીલ કરી કે તેઓ ઐતિહાસિક પળના સાક્ષી બને. તેમણે ટ્વીટ કર્યું કે સમગ્ર દેશવાસીઓને મારો આગ્રહ છે કે ચંદ્રયાન 2ની વિશેષ પળને ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરતા જ જુઓ. આ તસવીરોને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરો. તેમણે કહ્યું કે હું તેમાંથી કેટલીકને રિટ્વીટ પણ કરીશ. પીએમ મોદી 1 વાગ્યે ઈસરો પહોંચશે. તેમની સાથે 70 સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હશે.

ઉલ્લેખનીય છે કે આજે રાત્રે દોઢથી અઢી વાગ્યા વચ્ચે ચંદ્રની દક્ષિણી ધ્રુપ પર ચંદ્રયાન 2 લેન્ડ કરશે. જણાવી દઈએ કે ચંદ્રયાન 2 જ્યાં સૉફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે, ત્યાં આની પહેલા કોઈ નથી ગયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X