For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandrayaan 2: નાસાએ જારી કર્યા લેંડિંગ સાઈટના ફોટા, વિક્રમનુ થયુ હતુ હાર્ડ લેંડિંગ

ચંદ્ર પર લેંડિંગની બરાબર પહેલા ચંદ્રયાન-2ના લેંડર વિક્રમનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો ત્યારબાદથી ઈસરો લેંડર સાથે સંપર્ક કરવાની કોશિશમાં લાગેલો હતો.

|
Google Oneindia Gujarati News

ચંદ્ર પર લેંડિંગની બરાબર પહેલા ચંદ્રયાન-2ના લેંડર વિક્રમનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો ત્યારબાદથી ઈસરો લેંડર સાથે સંપર્ક કરવાની કોશિશમાં લાગેલો હતો. જો કે આમાં સફળતા મળી નહોતી પરંતુ હવે 20 દિવસો બાદ અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ લેંડર વિક્રમ વિશે મોટી જાણકારી આપી છે. નાસાએ લેંડિંગ સાઈટના ફોટા પણ જારી કર્યા છે. નાસાએ કહ્યુ છે કે જ્યારે ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેંડિંગના ઐતિહાસિક પ્રયાસ દરમિયાન તેનો સંપર્ક તૂટી ગયો હતો ત્યારે ચંદ્રયાન-2ના લેંડરની હાઈ લેંડિંગ થઈ હતી.

નાસાએ જારી કર્યા લેંડિંગ સાઈટના ફોટા

નાસાએ જારી કર્યા લેંડિંગ સાઈટના ફોટા

નાસાએ ચંદ્રની સપાટીની હાઈ રિઝોલ્યુશન ફોટા જાહેર કર્યા છે અને જણાવ્યુ છે કે ચંદ્રની સપાટી પર વિક્રમ લેંડરની હાઈ લેંડિંગ થઈ હતી. નાસાએ લેંડિંગ સાઈટના ફોટા જાહેર કર્યા છે પરંતુ લેંડર વિક્રમ વિશે જાણી શકાયુ નથી. વૈજ્ઞાનિકો મુજબ ચંદ્ર પર રાત થઈ ચૂકી છે, આના કારણે મોટાભાગની સપાટી પર માત્ર પડછાયો જ દેખાઈ રહ્યો છે. એવામાં બની શકે કે લેંડર કોઈ પડછાયામાં છૂપાઈ ગયો હોય.

વિક્રમની થઈ હતી હાર્ડ લેંડિંગ

નાસાના ઑર્બિટરે વિક્રમ લેંડરના ફોટા ત્યારે લીધા હતા જ્યારે આ તે જગ્યાએથી પસાર થઈ રહ્યુ હતુ જ્યાં વિક્રમ લેંડરની લેંડિંગ થઈ હતી. નાસા ઓક્ટોબરમાં દક્ષિણ ધ્રૂવથી અંધારુ હટ્યા બાદ એક વાર ફરીથી પોતાના લૂનર રિકૉર્નેસા ઑર્બિટરના કેમેરાથી વિક્રમથી લોકેશન જાણવાની કોશિશ કરશે. નાસાએ કહ્યુ છે તે વિક્રમ લેંડરે 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર સિંપેલિયસ-એન અને મેંજિયસ-સી ક્રેટર વચ્ચે પ્લેન પર સૉફ્ટ લેંડિંગની કોશિશ કરી હતી પરંતુ આ દરમિયાન ઈસરોથી આનો સંપર્ક તૂટી ગયો. વિક્રમ લેંડરની હાર્ડ લેંડિંગ થઈ હતી.

આ પણ વાંચોઃ ન્યૂયોર્કઃ પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે કરી મહત્વની મુલાકાતઆ પણ વાંચોઃ ન્યૂયોર્કઃ પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે કરી મહત્વની મુલાકાત

ચંદ્રની સપાટી પર લેંડિગ પહેલા તૂટ્યો હતો વિક્રમ સાથે સંપર્ક

ચંદ્રની સપાટી પર લેંડિગ પહેલા તૂટ્યો હતો વિક્રમ સાથે સંપર્ક

આ પહેલા ઈસરો ચીફ કે સિવને કહ્યુ હતુ કે ચંદ્રયાન-2નુ ઑર્બિટર વ્યવસ્થિત કામ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે વિક્રમ લેંડરથી સંપર્ક થઈ શક્યો નથી. કે સિવને કહ્યુ કે નેશનલ લેવલ કમિટી આનુ અધ્યયન કરી રહી છે કે લેંડિંગની બરાબર પહેલા છેવટે એવુ શું થયુ ત્યારબાદ વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો હતો. કે સિવને જણાવ્યુ હતુ કે ચંદ્રયાન-2ના ઑર્બિટરના બધા પેલોડ વ્યવસ્થિત સંચાલિત થઈ રહ્યા છે.

English summary
Chandrayaan-2: NASA releases images of landing site, says -lander had a hard landing when it lost contact
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X