For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandrayaan 2: નાસાનું ઓર્બિટર પણ લેન્ડર વિક્રમની તસવીર ન લઈ શક્યું

Chandrayaan 2: નાસાનું ઓર્બિટર પણ લેન્ડર વિક્રમની તસવીર ન લઈ શક્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચાંદ પર લેન્ડિંગની ઠીક પહેલા ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમનો ઈસરો સાથે સંપર્ક ટૂટી ગયો હતો, જે બાદ તનાપર સૌકોઈને અપેક્ષા હતી કે 17 સપ્ટેમ્બરે નાસાનું ઓર્બિટર પણ ચંદ્રના તે ભાગ પરથી જ પસાર થશે જ્યાં ચંદ્રયાન 2ના ઓર્બિટરે લેન્ડર વિક્રમ હોવાનો પતો લગાવ્યો હતો પરંતુ હવે લેન્ડર વિક્રમ સાથેના સંપર્કની ઉમ્મીદ પર પાણી ફરી રહ્યું છે.

નાસાનું ઓર્બિટર તસવીર ન લઈ શક્યું

નાસાનું ઓર્બિટર તસવીર ન લઈ શક્યું

નાસાનું ઓર્બિટર લેન્ડર વિક્રમની તસવીર લેવામાં નિષ્ફળ રહ્યું. 7 સપ્ટેમ્બરે લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર હાર્ડ લેન્ડિંગ થઈ હતું, જે બાદ લેન્ડર નમી ગયું હતું અને તેની સાથે સંપર્ક નહોતો થઈ શક્યો. ત્યારથીં લઈ અત્યાર સુધી ઈસરોએ વિક્રમ સાથે સંપર્ક સાધવાની શક્ય બધી જ કોશિશો કરી લીધી છે. 10 વર્ષથી ચંદ્રમાની પરિક્રમા કરી રહેલ નાસાના લૂનર રિકૉનિસ્સેંસ ઑર્બિટરને મંગળવારે વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઈટ પરથી પસાર કરવામાં આવ્યું.

લેન્ડર કેમેરાના ક્ષેત્રથી બહાર હોય શકે

લેન્ડર કેમેરાના ક્ષેત્રથી બહાર હોય શકે

નાસાએ ગ્રહ વિજ્ઞાન વિભાગ, સાર્વજનિક મામલાના અધિકારી જોશુઆ એ હૈડાલે એક મેઈલમાં કહ્યું કે લૂનર રિકૉનિસ્સેંસ ઑર્બિટર કેમેરાએ લેન્ડિંગ સાઈટની આજુબાજુની કેટલીક છબીને કેદ કરી, પરંતુ લેન્ડરના સ્થાનનો સાચો પતો ન ચાલી શક્યો, કેમ કે બની શકે છે કે લેન્ડર કેમેરાની પહોંચથી બહાર હોય. જણાવામાં આવી રહ્યું છે કે એલઆરઓસી ટીમ 17 સપ્ટેમ્બરે લેવામાં આવેલ તસવીરોની સરખામણી સાઈટની પાછલી તસવીરોથી કરશે જેથી જોઈ શકાય કે લેન્ડર વિક્રમ જોવા મળી રહ્યું છે કે નહિ.

આજે પણ શેર માર્કેટમાં કમજોરી, સેંસેક્સ 401, નિફ્ટી 125 અંક ગગડ્યોઆજે પણ શેર માર્કેટમાં કમજોરી, સેંસેક્સ 401, નિફ્ટી 125 અંક ગગડ્યો

વિક્રમ લેન્ડર સાથે સંપર્કની ઉમ્મીદો ઘટી

વિક્રમ લેન્ડર સાથે સંપર્કની ઉમ્મીદો ઘટી

ચંદ્રમા પર વિક્રમ લેન્ડર ઉપરથી પસાર કરવામાં આવેલ ઓર્બિટરથી મળેલ તસવીરોના પરિણામને વિશ્લેષણ અને સમીક્ષા બાદ જ સાર્વજનિક કરવામાં આવશે. જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર લેન્ડ કરતાની ઠીક પહેલા ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમનો સંપર્ક ટૂટી ગયો હતો. જો કે ચંદ્રયાન 2નું ઓર્બિટર હજુ પણ ચંદ્રની સપાટીના ચક્કર લગાવી રહ્યું છે. જેનાથી જ સૌથી પહેલા લેન્ડર વિક્રમની થર્મલ ઈમેજ લીધી હતી. જેના દ્વારા જ્યાં લેન્ડર વિક્રમ હતું તે જગ્યાનો પતો લાગ્યો હતો. જે બાદથી લેન્ડર સાથે સંપર્ક સાધવાની સતત કોશિશ થઈ રહી છે.

English summary
Chandrayaan 2: NASA's orbiter could not take picture of lander vikram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X