For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રયાન 2: ઈસરોના વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ કહી આ મહત્વની વાતો

ઈસરોના કંટ્રોલ સેન્ટરમાં હાજર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી. વળી, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ઈસરો કંટ્રોલ સેન્ટરથી રાષ્ટ્રને સંબોધિત કર્યા.

|
Google Oneindia Gujarati News

ચંદ્રયાન 2ના લેંડર વિક્રમનો ચંદ્ર પર ઉતરતી વખતે સંપર્ક તૂટી ગયો હતો. સંપર્ક ત્યારે તૂટ્યો જ્યારે લેંડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમીટર ઉંચાઈએ હતુ. આ સાથે જ વૈજ્ઞાનિકો અને દેશના લોકોના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ. આ દરમિયાન ઈસરોના કંટ્રોલ સેન્ટરમાં હાજર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની હિંમત વધારી. વળી, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ઈસરો કંટ્રોલ સેન્ટરથી રાષ્ટ્રને સંબોધિત કર્યા. ઈસરોના વૈજ્ઞાનિકોની હિંમત વધારતા પીએમ મોદીએ કહ્યુ, તમે એ લોકો છો જે મા ભારતી માટે, તેની જય માટે જીવો છો, તમે એ લોકો છો જે મા ભારતી માટે ઝઝૂમો છો, તમે એ લોકો છો જે મા ભારતી માટે જીવો છો. મા ભારતીનુ શિશ ઉચુ રહે તે માટે પોતાનુ આખુ જીવન ખપાવી દો છો.

pm modi

વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ, 'આજે ભલે અમુક અડચણો આવી હોય પરંતુ તેનાથી આપણી હિંમત ક્યારેય ઘટી નથી પરંતુ વધુ મજબૂત થઈ છે. આજે આપણા રસ્તામાં ભલે એક અડચણ આવી હોય પરંતુ તેનાથી આપણે આપણી મંઝિલના રસ્તાથી ડગીશુ નહિ.'

પીએમ મોદીએ કહ્યુ કે આ મિશન સાથે જોડાયેલ દરેક વ્યક્તિ એક અલગ જ અવસ્થામાં હતો. બહુ બધા સવાલ હતા, મોટી સફળતા સાથે આગળ વધીએ. અચાનક બધુ દેખાવુ બંધ થઈ ગયુ, મે પણ એ પળ તમારી સાથે જીવી છે.

પીએમ મોદીએ કહ્યુ કે આજે ચંદ્રમાને સ્પર્શાવાની આપણી ઈચ્છાશક્તિ વધુ દ્રઢ થઈ છે. સંકલ્પ વધુ પ્રબળ થયો છે. તમે લોકો માખણ પર રેખાઓવાળા નહિ પરંતુ પત્થર પર રેખાઓ અંકિત કરનારા લોકો છો.

તેમણે ચંદ્રયાન 2 મિશન વિશે કહ્યુ કે પરિણામોથ નિરાશ થયા વિના નિરંતર લક્ષ્ય તરફ વધવાની આપણી પરંપરા રહી છે અને આપણા સંસ્કાર પણ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુકે આપણો હજારો વર્ષોનો ઈતિહાસ એવા ઉદાહરણોથી ભરેલો છે જ્યારે પ્રારંભિક અડચણો છતાં આપણે ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે. ખુદ ઈસરો ક્યારેય હાર ન માનનાર સંસ્કૃતિનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે.

પીએમ મોદીએ કહ્યુ કે જો પોતાના પ્રારંભિક પડકારો, મુશ્કેલીઓથી આપણે હારી જતા તો આજે ઈસરો દુનિયાની અગ્રણી સ્પેસ એજન્સીઓમાંથી એક પણ સ્થાન ન મેળવત. પરિણામ પોતાની જગ્યાએ છે પરંતુ મને અને આખા દેશને પોતાના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને તમારા બધાના પ્રયાસો પર ગર્વ છે.
તેમણે કહ્યુ કે દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક સંકટ આપણને કંઈક નવુ શીખવીને જાય છે. અમુક નવી શોધો, નવી ટેકનોલોજીને પ્રેરિત કરે છે અને આનાથી આપણી આગળની સફળતા નક્કી થાય છે.

પીએમ મોદીએ કહ્યુ કે જ્ઞાનનો જો કોઈ સૌથી મોટો શિક્ષક છે તો તે વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં નિષ્ફળતા હોતી જ નથી, માત્ર પ્રયોગ અને પ્રયાસ હોય છે. પીએમ મોદીએ કહ્યુ કે દરેક પ્રયોગ જ્ઞાનના નવા બીજ રોપે છે. નવી સંભાવનાઓના પાયો નાખીને જાય છે અને આપણને આપણા અસીમ સામર્થ્યનો અહેસાસ અપાવે છે.

પીએમ મોદીએ કહ્યુ કે ચંદ્રયાનની સફર છેલ્લા પડાવ ભલે આશાને અનુકૂળ ન રહ્યો હોય પરંતુ આપણે એ પણ યાદ રાખવુ પડશે કે ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી છે, જાનદાર રહી છે.

આ પણ વાંચોઃ Chanraya 2: છેલ્લી ઘડીએ ચંદ્રયાન ચંદ્રમાને ગળે મળવા દોડી ગયુઃ પીએમ મોદીઆ પણ વાંચોઃ Chanraya 2: છેલ્લી ઘડીએ ચંદ્રયાન ચંદ્રમાને ગળે મળવા દોડી ગયુઃ પીએમ મોદી

English summary
chandrayaan 2: pm narendra modi addressing isro scientists
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X