For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandrayaan 2: પીએમ મોદીને બાળકે પૂછ્યુ, હું રાષ્ટ્રપતિ બનવા ઈચ્છુ, આપ્યો આ જવાબ, જુઓ Video

પ્રધાનમંત્રીએ ઈસરો સેન્ટર પર બાળકોના સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન એક બાળકે પીએમ મોદીને કહ્યુ, સર હું રાષ્ટ્રપતિ બનવા ઈચ્છુ છુ. જુઓ પીએમ મોદીએ શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

ચંદ્રયાન 2ના ચંદ્રની સપાટી પર પગ મૂકવામાં સસ્પેન્ટ યથાવત છે. હાલમાં ઈસરોએ જણાવ્યુ કે વિક્રમ લેંડર સાથે તેમનો સંપર્ક તૂટી ગયો છે. ઈસરોએ જણાવ્યુ કે ચંદ્રથી 2.1 કિમી દૂર સુધી ચંદ્રયાન 2 સાથે સંપર્ક હતો પરંતુ હાલમાં સંપર્ક તૂટી ગયો છે. ઈસરો ચીફના જણાવ્યા મુજબ અત્યારે આંકડાઓની રાહ જોવાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દરમિયાન ઈસરો સેન્ટરમાં હાજર હતા. પ્રધાનમંત્રી ત્યાં પહોંચીને દેશભરના બાળકોને મળ્યા. બાળકોના સવાલોના જવાબ પણ આપ્યા. આ દરમિયાન એક બાળકે પીએમ મોદીને કહ્યુ, સર હું રાષ્ટ્રપતિ બનવા ઈચ્છુ છુ.

pm modi

આના પર મોદીએ હસતા હસતા કહ્યુ પ્રધાનમંત્રી કેમ બનવા નથી ઈચ્છતા. ત્યારબાદ તે બાળક અને પીએમ મોદી બંને હસવા લાગ્યા. બાળકે પીએમ મોદીના ઑટોગ્રાફ લીધા. ચંદ્રયાન 2ની લેંડિંગ જોવા પહોંચેલા બાળકોના માથા પર પણ ચિંતા દેખાઈ રહી હતી જેને પ્રધાનમંત્રીએ સંવાદ કરીને વાતાવરણ હળવુ કરી દીધુ. ઈસરોમાં પીએમ મોદી લાખે 60 બાળકો હાજર હતા. બાળકોની પસંદગી ઈસરો તરફથી કરાવાયેલ ઑનલાઈન સ્પેસ ક્વિઝ દ્વારા થઈ હતી. બાળકો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યુ, 'લેંડરનુ કમ્યુનિકેશન મિસ કરી ગયા છે. પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યુ, તમે અહીં ક્યારે આવ્યા. શું તમારા બધાની એકબીજા સાથે દોસ્તી થઈ ગઈ છે? આખા હિંદુસ્તાનથી આવ્યા છો, એકબીજાને જાણી લીધા?'બધા બાળકોએ આનો જવાબ હા માં આપ્યો.

આ પહેલા મોદીએ વૈજ્ઞાનિકોનુ પણ પ્રોત્સાહન વધાર્યુ. પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોની પ્રશંસા કરીને કહ્યુ આ કોઈ નાની સફળતા નથી. મારા તરફથી તમને બધાને અભિનંદન. પીએમ મોદીએ કહ્યુ, 'આ કોઈ નાની ઉપલબ્ધિ નથી જે તમે તર્યુ, આખો દેશ તમારા પર ગર્વ કરે છે. મારા તરફથી તમને બધાને અભિનંદન. તમે દેશની અને વિજ્ઞાનની બહુ મોટી સેવા કરી છે. હું સંપૂર્ણપણે તમારી સાથે છુ. આપણી યાત્રા આગળ પણ ચાલુ રહેશે. તમે હિંમત સાથે આગળ વધો.'

આ પણ વાંચોઃ ઈસરો સેન્ટરથી આજે સવારે 8 વાગે દેશને સંબોધિત કરશે પીએમ મોદીઆ પણ વાંચોઃ ઈસરો સેન્ટરથી આજે સવારે 8 વાગે દેશને સંબોધિત કરશે પીએમ મોદી

English summary
"Why President? Why not Prime Minister?", says PM Modi when a student asks him, ''My aim is to become the President of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X