Chandrayaan-3: આખા વિશ્વની નજર આજે ભારતના ચંદ્ર મિશન પર, અહીં તેના વિશેની સમગ્ર માહિતી
Chandrayaan-3: ઈસરોએ ચંદ્રયાન-3ના ઉતરાણ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ચંદ્રયાન-3 આજે સાંજે સૉફ્ટ લેન્ડિંગ કરશે. ભારતના આ મૂન મિશન પર દુનિયાભરના લોકોની નજર રહેશે. જો ભારત આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરે છે, તો તે આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.
શિડ્યૂલ- ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ વિક્રમ વહન કરતું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. તે આજે સાંજે 6.04 કલાકે ઉતરશે. તમે ઈસરો કૉમ્પ્લેક્સથી તેનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

મહત્વ- જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, ચીન અને સોવિયત યુનિયન ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવની વાત કરીએ તો પહેલીવાર કોઈ દેશે પોતાનું મિશન અહીં મોકલ્યું છે. એવું માનવામાં આવે છે કે અહીં પાણી હોઈ શકે છે.
પડકાર- જો લેન્ડર મોડ્યુલના સ્વાસ્થ્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા જોવા મળે છે, તો ISRO આજનું લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખી શકે છે. સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોનું ધ્યાન મુખ્યત્વે ચંદ્રની સપાટી ઉપર અવકાશયાનની ઝડપ ઘટાડવા પર રહેશે.
એ 17 મિનિટ- ઈસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડરના ઉતરાણ માટે 17 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં 17 મિનિટનો સમય લાગશે. લેન્ડરનું એન્જિન તૈયાર થયા પછી, તે યોગ્ય માત્રામાં ઇંધણનો ઉપયોગ કરશે અને આખરે તે ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેંડિંગ કરશે.
અગાઉની ભૂલો- ચંદ્રયાન 3 ને ચંદ્રયાન 2ના ફોલોઅપ તરીકે મોકલવામાં આવી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ દર્શાવવાનો છે, ચંદ્રની સપાટીનું પરીક્ષણ કરવાનો છે. ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. ચંદ્રયાનનું પ્રથમ મિશન 2008માં ચંદ્ર પર પહોંચ્યું હતું, ત્યારબાદ ચંદ્રયાન 2 7 સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્ર પર પહોંચ્યું હતું અને તે સૉફ્ટ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું.
રશિયાની નિષ્ફળતા- રશિયાએ તાજેતરમાં લુના 25 અવકાશયાન ચંદ્ર પર મોકલ્યું હતું. પરંતુ રશિયાનું આ મિશન નિષ્ફળ ગયું હતું. ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા જ અવકાશયાન નિયંત્રણ બહાર ગયું હતું.












Click it and Unblock the Notifications
