For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2022ના ત્રીજા ત્રિમાસિકમાં લૉન્ચ થશે ચંદ્રયાન 3: અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ

અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સંસદમાં પોતાના એક લેખિત જવાબમાં કહ્યુ કે ભારત આવતા ત્રિમાસિકમાં ચંદ્રમા પર પોતાનુ ત્રીજુ મિશન ચંદ્રયાન -3 લૉન્ચ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સંસદમાં પોતાના એક લેખિત જવાબમાં કહ્યુ કે ભારત આવતા ત્રિમાસિકમાં ચંદ્રમા પર પોતાનુ ત્રીજુ મિશન ચંદ્રયાન -3 લૉન્ચ કરી શકે છે. તેમણે કહ્યુ કે કોરોના મહામારીના કારણે અંતરિક્ષયાનના નિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે, 'કાર્યની વર્તમાન પ્રગતિને જોતા 2022ના ત્રીજા ત્રિમાસિકમાં ચંદ્રયાન-3ના લૉન્ચ થવાની સંભાવના છે.' તેમણે કહ્યુ કે આના પર સતત કામ ચાલુ છે. તેમણે આગળ કહ્યુ કે આ અંગે હજુ ઘણા પ્રકારના કાર્યો થવાના છે જેમાં યાનની આકૃતિને અંતિમ રૂપ આપવુ, તેના લગાવેલા ઉપકરણોનુ પરીક્ષણ, અંતરિક્ષ યાનના સ્તરનુ વિસ્તૃત પરીક્ષણ અને પૃથ્વી પર સિસ્ટમના પ્રદર્શનનુ મૂલ્યાંકન કરવા માટે ઘણા વિશેષ પરીક્ષણ શામેલ છે.

isro

અંતરિક્ષ વિભાગે પોતાના એક નિવેદનમાં કહ્યુ કે કોરોના વાયરસ અને લૉકડાઉનના કારણે ચંદ્રયાન-3 પર ચાલી રહેલ કામ પ્રભાવિત થયુ હતુ. જો કે વર્ક ફ્રોમ હોમ દ્વારા ચંદ્રયાન પર જે પણ સંભવ કાર્ય થઈ શકતુ હતુ તેને લૉકડાઉન દરમિયાન પૂરુ કરવામાં આવ્યુ. જો કે હવે અનલૉકની પ્રક્રિયા દરમિયાન એક વાર ફરીથી ચંદ્રયાન-3 પર ચાલી રહેલ કામને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યુ છે. પહેલા ચંદ્રયાન-3ને વર્ષ 2021માં લૉન્ચ કરવાનુ હતુ. જો કે કોવિડ-19 લૉકડાઉને ચંદ્ર મિશન સહિત ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)ની ઘણી પરિયોજનાઓને પ્રભાવિત કરી.

ઈસરોના પ્રમુખ સિવને ફેબ્રુઆરીમાં કહ્યુ હતુ કે અમે આના પર કામ કરી રહ્યા છે. આનુ કૉન્ફિગરેશન ચંદ્રયાન-2 જેવુ છે પરંતુ આમાં ઑર્બિટર(કૃત્રિમ ઉપગ્રહ) નહિ હોય. ચંદ્રયાન-2 દરમિયાન લૉન્ચ કરવામાં આવેલ ઑર્બિટરનો ઉપયોગ ચંદ્રયાન-3 માટે કરવામાં આવશે. આ સાથે અમે સિસ્ટમ પર કામ કરી રહ્યા છે અને તેનુ લૉન્ચિંગ આવતા વર્ષે 2022માં થશે.
ચંદ્રયાન-3 અંગેની નવી અપડેટ ચંદ્રયાન-2ની બીજી વર્ષગાંઠના દિવસે આવી છે જે ચંદ્રમા પર પહોંચતા પહેલા દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ. જો કે તેનુ ઑર્બિટર હજુ પણ કામ કરી રહ્યુ છે. ચંદ્રયાન-3 ઈસરો માટે મહત્વપૂર્ણ છે કારણકે તે આગળના અંતરગ્રહીય મિશનો માટે લેંડીંગ કરવાની ભારતની ક્ષમતાઓનુ પ્રદર્શન કરશે. ચંદ્રયાન મિશનની શરૂઆત 2008માં કરવામાં આવી હતી. વર્ષ 2008માં મોકલવામાં આવેલ પહેલા ચંદ્રયાને ચંદ્રમાની સપાટી પર પાણીના પુરાવા શોધવા સહિત મહત્વપૂર્ણ શોધો કરી.

English summary
Chandrayaan-3 will be launched in the third quarter of 2022: Minister of State for Space, Dr Jitendra Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X