For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Char Dham Yatra: HCની રોક છતાં 1 જુલાઈથી ચાર ધામ યાત્રા શરૂ, ઉત્તરાખંડ સરકારે જાહેર કરી ગાઈડલાઈન

ઉત્તરાખંડ હાઈકોર્ટે ચાર ધામ યાત્રાને 7 જુલાઈ સુધી રોક લગાવી દીધી છે તેમછતાં ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનઃ ઉત્તરાખંડ હાઈકોર્ટે ચાર ધામ યાત્રાને 7 જુલાઈ સુધી રોક લગાવી દીધી છે તેમછતાં ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે જે મુજબ ચારધામ યાત્રાનો પહેલો તબક્કો 1 જુલાઈથી અને બીજો તબક્કો 11 જુલાઈથી શરૂ થશે. યાત્રા પર જનાર દરેક વ્યક્તિએ કોવિડનો નેગેટીવ રિપોર્ટ આપવો જરૂરી છે અને બધા પ્રોટોકૉલનુ પાલન કરવુ અનિવાર્ય છે.

chardham

શું કહ્યુ હતુ હાઈકોર્ટે?

1 જુલાઈથી શરૂ થતી ચારધામ યાત્રા પર હાઈકોર્ટે સાત જુલાઈ સુધી રોક લગાવી દીધી છે. કાલે ઉત્તરાખંડ હાઈકોર્ટે રાવત સરકારને ઝટકો આપીને 1 જુલાઈથી શરૂ થતી ચારધામ ની યાત્રા પર રોક લગાવવાનો ચુકાદો સંભળાવીને સરકારને લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ભગવાનના દર્શન કરાવવાના નિર્દેશ જાહેર કર્યા હતા. ચીફ જસ્ટીસ આરએસ ચૌહાણની ખંડપીઠે કહ્યુ કે વર્તમાન સ્થિતિ અને ડેલ્ટા પ્લસ સ્વરૂપને જોતા આ યાત્રા પર રોક લગાવવી જરૂરી છે. અત્યારે બધાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવુ જ પ્રાથમિકતા હોવી જોઈએ.

ભારતના નાના ચાર ધામ કહેવાય છે આ સ્થાન

તમને જણાવી દઈએ કે આમ તો બદરીનાથ, દ્વારકા, જગન્નાથ પુરી અને રામેશ્વરમ ભારતના મુખ્ય ચારધામ છે જેમના દર્શન માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાય છે પરંતુ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીને નાના ચાર ધામ કહેવામાં આવે છે.

ચારે સ્થાન આસ્થાના માનક

બદરીનાથ મંદિર ઉત્તરાખંડના ચમોલી જનપદમાં અલકનંદા નદીના તટ પર સ્થિત છે અને કેદારનાથનુ શિવલિંગ 12 જ્યોર્તિલિંગોમાંનુ એક છે. જ્યારે ગંગોત્રી ગંગા નદીનુ ઉદગમ સ્થાન માનવામાં આવે છે. વળી, યમુનોત્રી ઉત્તરકાશીમાં યમુનાનુ મંદિર છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. એવુ માનવામાં આવે છે કે આ ચારેધામોના દર્શન માત્રથી જ માનવીના બધા કષ્ટોનો અંત થઈ જાય છે. આ ચારે સ્થાન આસ્થાના માનક છે.

English summary
Char Dham Yatra will begin from 1 July despite HC's order, see Uttarakhand govt guidelines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X