ચેતન ભગતે ચોરી છે 'વન ઇન્ડિયન ગર્લ'ની વાર્તા?

Written By:
Subscribe to Oneindia News

બેંગ્લોર માં રહેતા લેખક અનવિતા વાજપાયીએ ભારતના જાણીતા લેખક ચેતન ભગત પર સાહિત્ય ચોરીનો આરોપ મુક્યો છે. અનવિતાનું કહેવું છે કે, ચેતન ભગત દ્વારા તેમની ટૂંકી વાર્તામાંથી સાહિત્યની ચોરી કરવામાં આવી છે. ચેતન ભગતની નવી નવલકથા 'વન ઇન્ડિયન ગર્લ'ની વાર્તા પોતાની ટૂંકી વાર્તામાંથી લેવામાં આવી હોવાનો અનવિતાનો આરોપ છે. આ અંગે અનવિતાએ બેંગ્લોર કોર્ટની શરણ લીધી છે. કોર્ટે પુસ્તક 'વન ઇન્ડિયન ગર્લ'નું વેચાણ અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો પણ આદેશ આપ્યો છે.

chetan bhagat

બંન્ને વાર્તામાં અનેક સમાનતા છે

લેખક અનવિતા વાજપાયીનો આરોપ છે કે, ઓક્ટોબર, 2016માં આવેલ ચેતન ભગતનું પુસ્તક 'વન ઇન્ડિયન ગર્લ'ની વાર્તા તેમની ટૂંકી વાર્તામાંથી ચોરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, વર્ષ 2014માં તેમનું પુસ્તક 'લાઇફ, ઑડ્સ એન્ડ એંડ્સ' આવી હતી, જેમાં રાધિકા નામની યુવતી, તેની લાઇફ, પરિવાર, બોયફ્રેન્ડની વાર્તા કહેવામાં આવી હતી. જ્યારે વર્ષ 2016માં ચેતન ભગતની નવલકથા 'વન ઇન્ડિયન ગર્લ' આવી, ત્યારે તેમાં અને અનવિતાએ લખેલ વાર્તામાં અનેક સમાનતા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું.

Anvita Bajpai

ફેબ્રૂઆરીમાં પણ કરી હતી રજૂઆત

અનવિતાએ કોર્ટમાં રજૂ કરેલ એફિડેવિટમાં આ બંન્ને પુસ્તકો વચ્ચે રહેલી સમાનતાઓ વિગતવાર રજૂ કરતાં વન ઇન્ડિયન ગર્લના વેચાણ પણ રોક લગાવડાવી છે. તેમણે ફેબ્રૂઆરીમાં પણ ચેતન ભગતની આ નવલકથાના પ્રકાશન પર રોક લગાવવાની તથા ક્ષતિપૂર્તિ તરીકે 5 લાખ રૂપિયાની માંગ કરી હતી. ચેતન ભગતે આ અંગે કોઇ પ્રતિભાવ ન આપતાં આખરે અનવિતાએ કોર્ટમાં રજૂઆત કરી છે. તો બીજી બાજુ ચેતન ભગતે સ્પષ્ટ શબ્દોમાં આ તમામ આરોપો નકારી કાઢ્યાં છે.

one indian girl
English summary
Chetan Bhagat accused for plagiarizing One Indian Girl by Anvita Bajpai.
Please Wait while comments are loading...