ભાજપના નેતાની ગૌશાળામાં 200 ગાયોની થઇ મોત

Written By:
Subscribe to Oneindia News

છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની ગૌશાળામાં 200 ગાયોની મોત થઇ ગઇ. આ મામલે હાલ તો આ નેતાની અટક કરવામાં આવી છે. તેમની પર આરોપ છે કે તેમની બેદરકારીના કારણે ઓછામાં ઓછી 200 ગાયોની ભૂખમરા અને દવાઓની અછતના કારણે મોત થઇ છે. અધિકારીએ હાલ તો 50 ગાયોની ભૂખમરાના કારણે મોત થઇ હોવાની વાતની પૃષ્ઠી કરી છે. જો કે ગામના લોકોનું કહેવું છે કે આ નંબર 200ની આસપાસ હોઇ શકે છે કારણ કે કેટલીક ગાયોને ગૌશાળાની પાસે જ દાટી દેવામાં આવી છે.

cow

ઉલ્લેખનીય છે કે ભાજપના આ નેતાનું નામ હરીશ વર્મા છે જે જમૂલ નગર નિગરના ઉપાધ્યક્ષ પણ છે સાથે જ તે આ ગૌશાળા ગત 7 વર્ષોથી ચલાવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે હરીશ વર્મા પર ધારા 190 અને ધારા 409, તથા ધારા 4 અને 6 હેઠળ આરોપ લગાવીને શુક્રવારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હરીશ વર્માએ જણાવ્યું કે તેમની ગૌશાળામાં 220 ગાળોની ક્ષમતા છે પણ ત્યાં 650 વધુ ગાયો છે. જે અંગે મેં સરકારને એક વાર સૂચના આપી અને જણાવ્યું કે આટલી બધી સંખ્યામાં ગાયોને ચારો પૂર્ણ પાડવામાં તે અક્ષમ છે અને તેમને ગૌશાળા માટે 10 લાખ રૂપિયા સરકાર પાસે લેવાના બચે છે જે માટે પણ સરકારે તેમને હજી મંજૂરી નથી આપી. ત્યારે આવી સ્થિતિમાં ગાયોની મૃત્યુ માટે તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા

English summary
chhattisgarh 200 cows die of starvation in cow shelter of bjp leader

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.