For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢઃ સુકમામાં સુરક્ષાબળોએ 3 નક્સલીઓને ઠાર માર્યા, હથિયાર જપ્ત

છત્તીસગઢઃ સુકમામાં સુરક્ષાબળોએ 3 નક્સલીઓને ઠાર માર્યા, હથિયાર જપ્ત

|
Google Oneindia Gujarati News

રાયપુરઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુક્મા જિલ્લામાં શનિવારે સાંજે સુરક્ષા બળો સાથે મુઠભેડમાં ત્રણ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા. આ અથડામણ તાડમેટલા પાસે જિલ્લા રિજર્વ ગાર્ડ અને નક્સલીઓ વચ્ચે થઈ હતી. ઘટના સ્થળેથી જવાનોએ 12 બોરની રાઈફલ અને 9 એમએમની એક પિસ્તોલ જપ્ત કરી છે. બીજાપુરમાં એક નક્સલીને ઠાર માર્યો છે.

naxals

ઉપ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ કહ્યું કે, જિલ્લા રિઝર્વ ગાર્ડની એક ટીમ ચિંતલનાર પોલીસ સ્ટેશનના તાડમેટલા વિસ્તારમાં પેટ્રોલિંગ પર નિકલ્યા હતા. ત્યારે મુકર્રમ નાલા પાસે સાંજે 6 વાગ્યે પોલીસની ટીમને જોઈ નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનો સુરક્ષાબળોએ જવાબ આપ્યો. આ અથડામણમાં ત્રણ નક્સલીઓ ઠાર મારવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળથી વિશાળ માત્રામાં ગોળા-બારુત જપ્ત કર્યા છે.

નક્સલીઓની ઓળખ લચ્છૂ મંડાવી અને પોદિયાના રૂપમાં થઈ છે. આ બંને નક્સલી સંગઠન મલાંગીર એરિયા કમિટીના સભ્ય હતા. તેમના પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ હતું. જ્યારે બીજાપુરના આવાપલ્લી પોલીસ સ્ટેશન ક્ષેત્રના પુન્નૂરની પહાડીઓમાં ડીઆરજી જવાનો અને પોલીસ બળ સાથે નક્સલીઓની અથડામણ થઈ હતી. જવાનોએ નક્સલીઓનો મૃતદેહ અને 315 બોરની બંદૂક જપ્ત કરી છે. જો કે હજુ સુધી મરનાર ત્રીજા નક્સલીની ઓળખ થઈ નથી. અથડામણની પુષ્ટિ એસપી દિવ્યાંગ પટેલે પણ કરી છે. જવાનો પરત ફર્યા બાદ જ અથડામણને લઈ વધુ જાણકારી સામે આવી શકશે.

બીજી તરફ કિરંદુલ વિસ્તારમાં જ એસ્સાર પાસે નક્સલીઓએ જનઅદાલત લગાવી એક ગ્રામીણની હત્યા કરી હતી. ગ્રામીણ પર પોલીસના બાતમીદાર હોવાનો શક હતો. મૃતદેહ પાસે એક ચિઠ્ઠી પણ મળી છે. જેમાં ગ્રામ પુલૂમ પંચાયત મિડયામપારા મિય્મ મંજાલ લખ્યું છે. સાથે જ મુખબિરી કરનારને મોતની સજા આપવાની વાત કહેવામાં આવી છે. ગ્રામીણની ઓળખ પુલુમ પંચાયત નિવાસી મીડિયમ મંજાલના રૂપમાં થઈ છે.

ઘુસણખોરી માટે PoKના લોકોનો ચારાની જેમ ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાનઃ સેનાઘુસણખોરી માટે PoKના લોકોનો ચારાની જેમ ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાનઃ સેના

English summary
chhattisgarh: 3 naxals shot dead in sukama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X