છત્તીસગઢમાં કોંગ્રેસની પહેલી યાદી જાહેર, ભૂપેશ બધેલ સહિત 30 નામ જાહેર

છત્તીસગઢમાં યોજાનાર આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે રવિવારે સવારે પોતાના 30 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. સીએમ ભૂપેશ બધેલ પાટણથી જ્યારે ડેપ્યૂટી સીએમ ટીએસ સિંહ દેવ અંબિકાપુરથી ચૂંટણી લડશે. છત્તીસગઢની 90 વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં સાત અને સત્તર નવેમ્બરે મતદાન સંપન્ન થશે તથા 3 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

chhattisgarh assembly election 2023

કોંગ્રેસની આ યાદીમાં ડેપ્યૂટી સીએમ ટીએસ સિંહદેવ (અંબિકાપુર સીટ), અમરજીત ભગત (સીતાપુર-એસટી સીટ), ઉમેશ પટેલ (ખરસિયા સીટ), જય સિંહ અગ્રવાલ (કોરબા સીટ), ડૉ ચરણ દાસ મહંત (સક્તિ સીટ), ડૉ શિવકુમાર ધારિયા (અરંગ-એસસી સીટ), શ્રીમતી અનિલા ભેંડિયા (ડોંડી લોહારા- એસટી સીટ), ભૂપેશ બધેલ (પાટણ સીટ)થી ચૂંટણી લડશે.

જ્યારે તામ્રધ્વજ સાહૂ (દૂર્ગ ગ્રામીણ સીટ), રવિન્દ્ર ચૌબે (સાજા સીટ), ગુરુ રુદ્ર કુમાર (નવાગઢ-એસસી સીટ), નીલકંઠ ચંદ્રવંશી (પંડારિયા સીટ), મોહમ્મદ અકબર (કવર્ધા સીટ), શ્રીમતી યશોદા વર્મા (ખૈરાગઢ સીટ), શ્રીમતી હર્ષિતા સ્વામી બધેલ (ડોંગરગઢ- એસસી સીટ), ગિરીશ દેવાંગન (રાજનંદગાંવ સીટ), દલેશ્વર સાહૂ (ડોંગરગાંવ સીટ), ભોલા રામ સાહૂ (ખુજ્જી સીટ), ઈંદ્રશાહ મંડાવી (મોહલા-માનપુર-એસટી સીટ), શંકર ધ્રુવ (કાંકેર-એસટી સીટ), સંતરામ નેતામ (કેશકાલ-એસટી સીટ), મોહન લાલ મરકમ (કોંડાગાંવ-એસટી સીટ), ચંદન કશ્યપ (નારાયણપુર-એસટી સીટ), લખેશ્વર બધેલ (બસ્તર-એસટી સીટ), દીપક બૈઝ (ચિત્રકોટ-એસટી સીટ), કે છવિંદ્ર મહેન્દ્ર કર્મા (દંતેવાડા-એસટી સીટ, વિક્રમ મંડાવી (બીજાપુર-એસટી સીટ)ને ટિકિટ આપવામાં આવી છે.

નક્સલ પ્રભાવિત કેટલાક વિસ્તારોને પગલે સંવેદનશીલ મનાતા છત્તીસગઢમાં પહેલા તબક્કામાં 7 નવેમ્બરે 20 સીટ પર મતદાન હાથ ધરાશે જ્યારે બીજા તબક્કામાં 17 નવેમ્બરે 70 સીટ પર મતદાન થશે.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. ભાજપ મુખ્ય વિપક્ષી દળની ભૂમિકામાં છે. રાજ્યમાં 2018માં થયેલ પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 68 સીટ જીતી 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી હતી. ભાજપને 15 સીટ જ મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X