For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ધ કાશ્મીર ફાઈલ્સ' જોયા બાદ શું બોલ્યા છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ?

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ફિલ્મ જોયા બાદ ભારતીય જનતા પાર્ટી પર આકરો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' સતત ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને છેલ્લા અમુક દિવસોથી રાજનીતિ પણ થઈ રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ફિલ્મ જોયા બાદ ભારતીય જનતા પાર્ટી પર આકરો હુમલો કર્યો છે. ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રીએ કહ્યુ કે કાશ્મીર ફાઈલ્સ એ જણાવે છે કે કેન્દ્રમાં ભાજપની સમર્થન સરકારે કાશ્મીર પંડિતોના વિસ્થાપનને રોકવા માટે કંઈ કર્યુ નથી.

bhupesh baghel

ભાજપ પર સાધ્યુ નિશાન

તમને જણાવી દઈએ કે ભૂપેશ બઘેલે કોંગ્રેસના ધારાસભ્યોને છત્તીસગઢના રાયપુરમાં સ્થિત મૉલમાં આ ફિલ્મનો જોવાનુ આમંત્રણ આપ્યુ હતુ. ફિલ્મને જોયા બાદ બઘેલે કહ્યુ કે આ અધકચરી ફિલ્મ છે, આ ફિલ્મમાં માત્ર હિંસાને બતાવવાની કોશિશ કરવામાં આવી છે. કાશ્મીર ફાઈલ્સમાં રાજનીતિક સંદેશ પણ છે કે એ વખતે વીપી સિંહની સરકાર હતી અને ભાજપા સમર્થનવાળી આ સરકારે ના તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યુ અને ના સેનાને મોકલી. ફિલ્મનુ મુખ્ય કેરેક્ટર કહે છે કે માત્ર હિંદુ જ નહિ પરંતુ બૌદ્ધ, સિખ, મુસ્લિમ દરેક જણ જે ભારત સાથે ઉભા હતા તે માર્યા ગયા.

આ અધકચરી ફિલ્મ

બઘેલે કહ્યુ કે મે આ ફિલ્મ જોઈ, જોયા પછી હું જણાવી રહ્યો છુ કે આ ફિલ્મ અધકચરી છે, આખુ સત્ય નથી જણાવવામાં આવ્યુ. આમાં સમાધાન કંઈ નથી. આવી ફિલ્મ જેમાં સમાધાન નથી, એ દિશામાં કોઈ પ્રયત્ન નથી, કોઈ સંદેશ આપવાની કોશિશ કરવામાં આવી નથી. માત્ર હિંસા બતાવવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મ જોયા બાદ બઘેલે એક ટ્વિટ પણ કર્યુ અને લખ્યુ, 'આ કાશ્મીર ફાઈલ્સ' પિલ્મમાં કોઈ સંદેશ નથી, બધુ અધકચરુ છે. માત્ર હિંસા બતાવવાની કોશિશ છે. ભાજપવાળા સામે ઉભા રહી જાવ તો ભાગી જાય છે. ભાજપનો કોઈ વ્યક્તિ ફિલ્મ જોવા નથી આવ્યો.'

પીએમ મોદી હટાવે સેન્ટ્રલ જીએસટી

નોંધનીય વાત છે કે ભાજપ શાસિત રાજ્યોએ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. આ દરમિયાન ભૂપેશ બઘેલે પીએમ મોદીને અપીલ કરી છે કે તે ફિલ્મને આખા દેશમાંથી ટેક્સ ફ્રી કરવા માટે આના પરથી સેન્ટ્રલ જીએસટીને હટાવી દે. તમને જણાવી દઈએ કે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ સતત વિવાદોમાં છે. ટીકાકારોનો આરોપ છે કે ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પોતાની સરળતાના હિસાબે તથ્યોને ફિલ્મમાં બતાવ્યા છે જેનાથી એક સમુદાય વિશેષ સામે નફરત પેદા કરી શકાય.

English summary
Chhattisgarh CM Bhupesh Baghel watches The Kashmir Files, hits on BJP demands PM to remove cgst.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X