• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેકોર્ડ ટાઈમમાં નિર્ભયા કેસ ઉકેલનાર IPSને અમેરિકાએ આપ્યુ મોટુ સમ્માન

રેકોર્ડ ટાઈમમાં આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેનાર છાયા શર્માને એરિજોના સ્ટેટ યુનિવર્સિટી દ્વારા 2019ના મેક્કેન ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ લીડરશીપ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા.
|
Google Oneindia Gujarati News

16 ડિસેમ્બર 2012, ભારતીય ઈતિહાસમાં નોંધાયેલ એ કાળુ પાનુ જેણે આખા સમાજને ઝંઝોળીને રાખી દીધો હતો. અમે વાત કરી રહ્યા છે નિર્ભયા ગેંગરેપ હત્યાકાંડની જેની તપાસમાં મહત્વની ભૂમિકા નિભાવનાર IPS અધિકારી છાયા શર્માને હવે અમેરિકામાં સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ સમ્માન સાહસિક લીડરશીપ સાથે જોડાયેલા કાર્યો માટે આપવામાં આવ્યુ છે. રેકોર્ડ ટાઈમમાં આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેનાર છાયા શર્માને એરિજોના સ્ટેટ યુનિવર્સિટીએ 2019ના મેક્કેન ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ લીડરશીપ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે સાહસિક લીડરશિપ સાથે જોડાયેલા કાર્યો માટે અપાતો આ એવોર્ડ પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર્તા મલાલા યૂસુફને પણ આપવામાં આવી ચૂક્યો છે જેને 2015નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ અક્ષય તૃતીયાના કારણે જ આજે સાથે છે ઐશ્વર્યા-અભિષેક, જાણો ખાસ વાતોઆ પણ વાંચોઃ અક્ષય તૃતીયાના કારણે જ આજે સાથે છે ઐશ્વર્યા-અભિષેક, જાણો ખાસ વાતો

આ કેસને એક પુરુષ ડીસીપી સંભાળતા કંઈ અલગ હોત

આ કેસને એક પુરુષ ડીસીપી સંભાળતા કંઈ અલગ હોત

છાયા શર્માએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ, ‘મને ખબર નથી કે જો આ કેસને એક પુરુષ ડીસીપી સંભાળતા તો તે કંઈ અલગ હોત. હું આના પર કંઈ ન કહી શકુ. આ તેમની સંવેદનશીલતા પર નિર્ભર કરે છે, ભલે તે પુરુષ હોય કે મહિલા.' આઈપીએસ છાયા શર્માએ વર્ષ 2012માં થયેલા ‘નિર્ભયા ગેંગરેપ કેસ' ને રેકોર્ડ ટાઈમમાં ઉકેલી દીધો હતો. માત્ર 5 દિવસની અંદર બધા આરોપી પોલિસની કસ્ટડીમાં હતા. તે સમયે તે દક્ષિણી દિલ્લીના ડીસીપી હતા. ઉલ્લેખનીય છે કે તમે થોડા દિવસો અગાઉ છાયા શર્માની ભૂમિકાને નેટફ્લિક્સની ચર્ચિત વેબ સીરિઝ ‘દિલ્લી ક્રાઈમ'માં જોઈ છે. આ સીરિઝમાં અભિનેત્રી શેફાલી શાહે છાયાની ભૂમિકા નિભાવી છે.

તપાસ દરમિયાન 6 દિવસ સુધી ઘરે નહોતા ગયા છાયા શર્મા

છાયાની ટીમ મુજબ કેસની તપાસ દરમિયાન ના છાયા પોતે અને ના તેમની ટીમના કોઈ પણ સભ્ય ઘરે ગયા હતા. ઘર ન જવાનો આ સિલસિલો છ દિવસો સુધી ચાલતો રહ્યો જ્યાં સુધી બધા આરોપીઓ પકડાઈ ન ગયા. છાયા કહે છે, ‘એક મહિલા હોવાના કારણે આ કેસમાં મારા પર લોકોએ ભરોસો કર્યો. જ્યારે આ બળાત્કાર થયો તો એવુ લાગ્યુ કે મારી અંદર પણ કંઈ ઘટિત થયુ છે. પીડિતાની સ્થિતિ એકદમ ખરાબ હતી અને તેને જોઈને હું અંદરથી વિચલિત થઈ ગઈ હતી. લોકો પીડિતાની સ્થિતિ વિશે અલગ અલગ વાતો કરી રહ્યા હતા.' બળાત્કારને ભયંકર રીતે અંજામ આપવામાં આવ્યો હતો. સળિયાથી પણ હુમલો કરવામાં આવ્યો. આના કારણે પરિસ્થિતિ વધુ બગડી ગઈ હતી કારણકે અંદરની ઈજાઓ ખૂબ જ ભયાનક હતી. ડૉક્ટરોએ જે ઈજાઓ વિશે જણાવ્યુ છે તેને સાંભળ્યા બાદ શ્વાસ થંભી ગયા હતા.

ઘટનાક્રમ પર એક નજર

ઘટનાક્રમ પર એક નજર

16 ડિસેમ્બર, દિલ્લીમાં એક હ્રદય કંપાવી દે તેવી ઘટના બની હતી. ચાલતી બસમાં એક છોકરી સાથે બર્બરતાથી રેપ કરવામાં આવ્યો હતો. ગેંગરેપ બાદ નિર્ભયા 13 દિવસો સુધી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી રહી અને છેવટે 29 ડિસેમ્બરના રોજ સિંગાપોરની હોસ્પિટલમાં તેણે દમ તોડી હતો. રાયસીના હિલ્સરોડ પર તો દિલ્લી પોલિસે આંદોલનકારીઓ પર લાઠીચાર્જ કરી દીધો હતો. મુખ્ય આરોપી રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી. વિશેષ રીતે ગઠિત ત્વરિત અદાલતે 12 સપ્ટેમ્બર 2013ના રોજ ચાર દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી જ્યારે એક આરોપીને સ્કૂલી પ્રમાણપત્રના આધારે સગીર માનીને ત્રણ વર્ષ કિશોર સુધાર ગૃહમાં રહેવાની સજા આપવામાં આવી. તે હવે મુક્ત થઈ ચૂક્યો છે.

English summary
Chhaya Sharma who led Nirbhaya case investigation receives Sedona Forum 2019 Award for courage and leadership.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X