રાફેલ વિશે ચિદમ્બરમનો સરકાર પર કટાક્ષઃ ‘લાગે છે ચોરે પાછા આપી દીધા દસ્તાવેજ'
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દસ્તાવેજોના ચોરી થવાની જગ્યાએ કૉપી કરાયાનો દાવો કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરે કટાક્ષ કર્યો છે.
રાફેલ ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજ ચોરી થઈ જવા પર છેલ્લા ઘણા દિવસોથી બબાલ મચેલી છે. એવામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દસ્તાવેજોના ચોરી થવાની જગ્યાએ કૉપી કરાયાનો દાવો કર્યો છે. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરે કટાક્ષ કર્યો છે. ચિદમ્બરમે કહ્યુ કે લાગે છે કે ચોરે સરકારને રાફેલના દસ્તાવેજ પાછા આપી દીધા છે.

ચિદમ્બરે એક ટ્વીટમાં લખ્યુ કે, 'બુધવારે સરકારે કહ્યુ કે દસ્તાવેજ ચોરી થઈ ગયા. શુક્રવારે કહ્યુ કે દસ્તાવેજોની ફોટો કોપી ચોરી થઈ છે. મને લાગે છે કે વચમાં ગુરુવારે ચોરે દસ્તાવેજ પાછા આપી દીધા.' એક અન્ય ટ્વિટમાં ચિદમ્બરમે લખ્યુ, 'હું સરકારની આ સમજને સલામ કરુ છુ.' વાસ્તવમાં અટર્ની જનરલ કે કે વેણુગોપાલ તરફથી શુક્રવારે એ દાવો કરવામાં આવ્યો હતો કે રાફેલ ડીલની ફાઈલ ચોરી નથી થઈ પરંતુ તેમની ફોટો કૉપી કરવામાં આવી છે.
તેમણે કહ્યુ કે આ ડીલની તપાસની માંગ ઉઠાવી રહેલા લોકોએ ડોક્યુમેન્ટની કૉપીનો ઉપયોગ કર્યો હતો. વેણુગોપાલે કહ્યુ હતુ કે, 'મને ખબર પડી છે કે વિપક્ષ આરોપ લગાવી રહ્યા છે કે મે સુપ્રીમ કોર્ટમાં સંરક્ષણ મંત્રાલયને રાફેલ દસ્તાવેજ ચોરી થયાની વાત કહી છે. એમ કહેવુ કે મે કહ્યુ છે કે દસ્તાવેજ ચોરી થઈ ગયા એ સંપૂર્ણપણે ખોટુ છે.' તમને જણાવી દઈએ કે રાફેલ ડીલ વિશે લાંબા સમયથી વિપક્ષ સરકાર પર હુમલાવર છે અને આમાં મોટા ગોટાળાની વાત કહી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર આ ડીલ વિશે સવાલ ઉભા કરી રહ્યા છે અને આ દરમિયાન ડીલના દસ્તાવેજ ચોરી થયાના સમાચારથી અફડાતફડી મચી ગઈ અને વિપક્ષને હુમલો કરવાનો વધુ એક મોકો મળી ગયો.












Click it and Unblock the Notifications
