For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ચિદમ્બરમ જી! આખો દેશ મૂર્ખ છે, માત્ર આપ જ હોશિયાર છો'

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવી દિલ્હી, 21 માર્ચ: કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે ડિએમકે નેતા એમ કે સ્ટાલિનના ઘરે સીબીઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડાને ખોટા ગણાવ્યા છે. ચિદમ્બરમે જણાવ્યું કે સીબીઆઇની આ કાર્યવાહી દ્વારા ખોટો સંદેશ જશે. તેમણે જણાવ્યું કે સામાન્યરીતે તેઓ અન્ય વિભાગમાં દખલઅંદાજી નથી કરતા પરંતુ આ એવો મામલો છે જેના કારણે તેમને હસ્તક્ષેપ કરવું પડી રહ્યું છે.

જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે નાણામંત્રી પી. ચિદમ્બરમે દરોડાને ખોટા ગણાવ્યા છે. વાહ શું વાત છે. પોતે જ દરોડા પડાવ્યા અને પોતે જ તેને ખોટા ગણાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આપને શું લાગે છે આખો દેશ મૂર્ખ છે, માત્ર તમે એકલા જ હોશિયાર છો.

આ સીબીઆઇના દરોડા અંગે ભાજપનું કહેવું છે કે સરકારના સમર્થકો માટે આ સંદેશ છે કે સરકારની સાથે રહેશો તો મજા કરશો નહી તો દરવાજા પર સીબીઆઇ ઉભી હશે. બીજેપી નેતા શાહનવાજ હુસૈને જણાવ્યું કે આ સંદેશ માત્ર ડીએમકે માટે નહી પરંતુ બધા જ સમર્થકો માટે છે. કોંગ્રેસ બહુમત મેળવવા માટે સીબીઆઇનો ઉપયોગ કરી રહી છે.

English summary
Chidambaram thinks the whole country is full of fools: Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X