For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શાહરુખ ખાન ઈચ્છતા હતા કે રામ મંદિરનો પાયો મુસલમાન, મસ્જિદનો પાયો રાખે હિંદુ', ચીફ જસ્ટીસની વિદાયમાં ખુલાસો

બૉલિવુડ સુપરસ્ટાર અભિનેતા શાહરુખ ખાન ઈચ્છતા હતા કે અયોધ્યા ભૂમિ વિવાદ મામલે ઉકેલ બાદ રામ મંદિરનો પાયો મુસલમાન રાખે અને મસ્જિદનો પાયો હિંદુ રાખે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ સુપરસ્ટાર અભિનેતા શાહરુખ ખાન ઈચ્છતા હતા કે અયોધ્યા ભૂમિ વિવાદ મામલે ઉકેલ બાદ રામ મંદિરનો પાયો મુસલમાન રાખે અને મસ્જિદનો પાયો હિંદુ રાખે. આ વાતનો ખુલાસો શુક્રવારે(23 એપ્રિલ) સુપ્રીમ કોર્ટના વિદાય થયેલ ચીફ જસ્ટીસ એસએ બોબડેના વિદાય સમારંભમાં થયો. વિદાય સમારંભમાં એ પણ ખુલાસો થયો છે કે ભારતના વિદાય થયેલ મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે ઈચ્છતા હતા કે બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન અયોધ્યા ભૂમિ વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થી પ્રક્રિયાનો હિસ્સો બને.

મંદિરનો પાયો મુસલમાન અને મસ્જિદનો પાયો હિંદુઓ દ્વારા રાખવામાં આવે

મંદિરનો પાયો મુસલમાન અને મસ્જિદનો પાયો હિંદુઓ દ્વારા રાખવામાં આવે

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે પ્રધાન ન્યાયાધીશના વિદાય સમારંભમાં પોતાના સંબોધનમાં આ આખી વાતનો ખુલાસો કર્યો. અયોધ્યા ભૂમિ વિવાદ માટે મધ્યસ્થી સમિતિની રચના માર્ચ 2019માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીન રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બેંચે કરી હતી. વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ અયોધ્યા ભૂમિ વિવાદના ઉકેલ મામલે એસએ બોબડેની પ્રયાસનોની પ્રશંસા કરીને કહ્યુ કે શાહરુખ ખાન મધ્યસ્થી માટે સંમત પણ થઈ ગયા હતા પરંતુ આ પ્રક્રિયા સામે આવી શકી નહિ. શાહરુખ ખાને કહ્યુ હતુ - મંદિરનો પાયો મુસલમાન અને મસ્જિદનો પાયો હિંદુઓ દ્વારા રાખવામાં આવે.

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવી સીજેઆઈ એસએ બોબડે સાથેની સિક્રેટ

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવી સીજેઆઈ એસએ બોબડે સાથેની સિક્રેટ

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યુ, 'જ્યારે જસ્ટીસ એસએ બોબડે અયોધ્યા સુનાવણીના પ્રારંભિક તબક્કામાં હતા, ત્યારે તેમનુ માનવુ હતુ કે મધ્યસ્થીથી સમસ્યાનુ સમાધાન કરી શકાય છે. અયોધ્યા વિવાદ મુદ્દે હું આજે એસએ બોબડે અને પોતાની વચ્ચેની એક સિક્રેટ જણાવવા માંગુ છુ. જ્યારે એસએ બોબડે અયોધ્યા સુનાવણીના પ્રારંભિક તબક્કામાં હતા ત્યારે તેમણે મને પૂછ્યુ કે શું શાહરુખ ખાન મધ્યસ્થી સમિતિનો હિસ્સો હોઈ શકે છે. તેમણે મને એટલા માટે પૂછ્યુ કારણકે તેઓ(બોબડે) જાણતા હતા કે હું ખાન (શાહરુખ ખાન) પરિવારને જાણુ છુ.

IIT વૈજ્ઞાનિકોની ભવિષ્યવાણી, 15 મે સુધી ચરમ પર હશે કોરોનાIIT વૈજ્ઞાનિકોની ભવિષ્યવાણી, 15 મે સુધી ચરમ પર હશે કોરોના

મધ્યસ્થી દ્વારા સાંપ્રદાયિક તણાવને ઉકેલવાની ઈચ્છા ઉલ્લેખનીય

મધ્યસ્થી દ્વારા સાંપ્રદાયિક તણાવને ઉકેલવાની ઈચ્છા ઉલ્લેખનીય

વિકાસ સિંહે વધુમાં જણાવ્યુ કે મે ખાન સાથે આ બાબતે ચર્ચા કરી અને તેઓ તેના માટે તૈયાર પણ થઈ ગયા હતા. શાહરુખ ખાને ત્યાં સુધી કહ્યુ કે મંદિરનો પાયો મુસલમાનો દ્વારા રાખવામાં આવે અને મસ્જિદનો પાયો હિંદુઓ દ્વારા રાખવામાં આવે. પરંતુ મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ થઈ ગઈ અને માટે આ યોજનાને પણ અમે છોડી દીધી. પરંતુ મધ્યસ્થી દ્વારા સાંપ્રદાયિક તણાવને ઉકેલવાની તેમની(બોબડે)ની ઈચ્છા ઉલ્લેખનીય હતી.' તમને જણાવી દઈએ કે બોબડેએ નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટના 47માં મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. 23 એપ્રિલ 2021ના રોજ એસએ બોબડે સેવાનિવૃત્ત થઈ ગયા છે. એસએ બોબડેએ પોતાના કાર્યકાળમાં અયોધ્યા જન્મભૂમિ વિવાદ પર ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.

English summary
Chief Justice of India Bobde wanted Shahrukh Khan to be part of mediation panel to resolve Ayodhya dispute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X