For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફગવાડાની મુલાકાતે મુખ્યમંત્રી ભગવંત માંન, જચ્ચા-બચ્ચા વોર્ડનું ઉદઘાટન કર્યુ!

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીએ ઈલેક્શનમાં વાયદાઓ કર્યા હતા તો હવે બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માનની સરકાર આ વાયદાઓને ગણી ગણીને પુરા કરી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીએ ઈલેક્શનમાં વાયદાઓ કર્યા હતા તો હવે બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માનની સરકાર આ વાયદાઓને ગણી ગણીને પુરા કરી રહી છે. હાલમાં જ મુખ્યમંત્રી જ ફગવાડાની મુલાકાતે પહોંચ્યા હતા અને જચ્ચા-બચ્ચા વોર્ડ ખુલ્લો મુક્યો હતો. અહીં મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે, નવનિર્મિત સગર્ભા સ્ત્રીઓ અને નવજાત બાળકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. આ સાથે તેમણે કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યભરમાં આવી વધુ હોસ્પિટલો બનાવવામાં આવશે.

Bhagwant Mann

અહીં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવા માટે મહેનત કરવામાં આવી રહી છે. સ્વાસ્થય વિભાગમાં ખાલી પદો ભરવા માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ભગવંત માને આગળ કહ્યું કે, આ તમામ પગલાઓનો એકમાત્ર ઉદેશ્ય રાજ્યમાં ઉત્તમ સ્વાસ્થય સેવાઓ સુનિશ્વિત કરવાનો છે. અહીં મુખ્યમંત્રીએ મેડિકલ સ્ટાફને તેમની ડ્યૂટી નિષ્ઠા સાથે નિભાવવા માટે પણ કહ્યું. તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવી એ સમયની જરૂરિયાત છે.

મુખ્યમંત્રીએ ઓપરેશન થિયેટર, વેક્શિનેશન વોર્ડ અને ઓપીડીની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓનો તાગ મેળવ્યો હતો. તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડની પણ મુલાકાત લીધી અને દર્દીઓ સાથે વાર્તાલાપ કરી હોસ્પિટલમાં ચાલતી સરકારી કામગીરી અંગે પૂછપરછ કરી હતી. સીએમ માને ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફ સાથે પણ વિગતવાર વાત કરી અને હોસ્પિટલની સુવિધાઓ વિશે પૂછપરછ કરી હતી.

English summary
Chief Minister Bhagwant Mann inaugurated the Jachcha-Bachcha Ward!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X