For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચમકી ફિવરઃ બિહાર બાદ હવે ઓરિસ્સામાં અલર્ટ, લીચીના સેમ્પલ એકઠાં કરાશે

ચમકી ફિવરઃ બિહાર બાદ હવે ઓરિસ્સામાં અલર્ટ, લીચીના સેમ્પલ એકઠાં કરાશે

|
Google Oneindia Gujarati News

બિહારમાં ભયંકર ચમકી ફિવર 100થી પણ વધુ બાળકોનો જીવ ભરખી ગયો. બિહાર બાદ હવે ઓરિસ્સામાં પણ ચમકી ફિવરને લઈ અલર્ટ જાહેર કરવાાં આવ્યું છે. આ બાબતે ઓરિસ્સા સરકાર તરફથી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક નવો આદેશ જાહેર કર્યો છે. હવે રાજ્યોના બજારોમાં વેચાઈ રહેલ લીચીના સેમ્પલ એકઠા કરવામાં આવશે, કેમ કે કેટલાક રિપોર્ટ્સમાં લીચીથી ચમકી ફિવર થતો હોવાની વાત સામે આવી છે.

ઓરિસ્સામાં અલર્ટ

ઓરિસ્સામાં અલર્ટ

સ્વાસ્થ્ય મંત્રી નવકિશોર દાસે ફૂડ કમિશ્નરોને બજારમાં વેચાઈ રહેલ લીચીની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે લીચીમાં એવો કોઈ ઝેરીલો પદાર્થ છે કે નહિ જેનાથી માણસના શરીર પર અસર પડતી હોય તે બાબતે તપાસ કરવામાં આવે. અહેવાલો મુજબ બિહારમાં સોથી વધુ બાળકોનું મૃત્યુ ભૂખા પેટે લીચી ખાવાથી થયું છે. જો કે હજુ સુધી આને લઈ ડૉક્ટર્સનાં મંતવ્ય અલગ અલગ છે. બિહારના મુઝફ્ફરપુરમાં ચમકી ફિવરથી મરનારનો આંકડો 112 સુધી પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં 75થી વધુ નવા દર્દીઓ દાખલ કરાવવામાં આવ્યા છે. 400 દર્દીઓનો ઈલાજ કરવામાં આી રહ્યો છે. જેમાંથી કેટલાય લોકોની હાલત ગંભીર છે. હેરાનીની વાત એ છે કે અત્યાર સુધી ન તો ડૉક્ટર્સ કે ન તો સરકાર નક્કી કરી શકી છે કે આ કઈ બીમારી છે. પરંતુ આ વિસ્તારની આજુબાજુમાં તેને ચમકી ફિવર તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

નીતિશ કુમારનો વિરોધ થયો

નીતિશ કુમારનો વિરોધ થયો

મંગળવારે જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલે પહોંચ્યા તો તેમણે સ્થાનિકોના વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો. લોકોમાં નીતિશ કુમાર પ્રત્યે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. તાવથી પીડિત બાળકોના માતા-પિતાને ઉમ્મીદ હતી કે સીએમના આવ્યા બાદ થોડા હાલાત સુધરી જશે. ઈલાજમાં તેજી આવશે. પરંતુ એવું કંઈ જ ન થયું. સીએમ ઉલટા ડૉક્ટર્સ અને પ્રશાસનની પીઠ થપથપાવી ચાલ્યા ગયા. ચમકી ફીવરનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. બે વકીલોએ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. અરજીમાં માં કરવામાં આવી છે કે તાવથી પ્રભાવિત વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને 500 આઈસીયૂ બનાવવાનો આદેશ આપવામાં આવે. મેડિકલ બોર્ડની રચના કરવામાં આવે અને 100 મોબાઈલ આઈસીયૂ મુઝફ્ફરપુરમાં મોકલવામાં આવે.

ચીમકી ફિવરના લક્ષણ શું છે

ચીમકી ફિવરના લક્ષણ શું છે

આ એક સંક્રામક બીમારી છે. આ બીમારીના વાયરસ શરીરમાં પહોંચતા જ લોહીમાં સામેલ થઈ પોતાનું પ્રજનન ચાલુ કરી દે છે. શરીરમાં આ વાયરસની સંખ્યા વધવા પર તે લોહી સાથે મળી વ્યક્તિના મગજ સુધી પહોંચી જાય છે. મગજમાં પહોંચ્યા બાદ આ વાયરસ કોશિકાઓમાં સૂજન પેદા કરી દે છે. જેના કારણે શરીરનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ખરાબ થઈ જાય છે. ચમકી ફીવરમાં બાળકોને સતત તેજ તાવ ચઢ્યો રહે છે. શરીરમાં ખેંચાણ અનુભવાય છે અને સાથે જ બાળકો દાંત પર દાંત ચઢાવી રાખે છે. શરીરમાં કમજોરીના કારણે બાળક વારંવાર બેભાન થતું રહે છે. શરીરમાં ધ્રૂજારીની સાથે વારંવાર ઝાટકા લાગતા રહે છે. એટલું જ નહિ શરીર પણ સુન્ન થઈ જાય છે.

15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા 15 ભ્રષ્ટ ઑફિસરને મોદી સરકારે જબરદસ્તી રિટાયર કરાવી દીધા

English summary
chimki fever: Odisha on alert after bihar, samples of litchi is to be collected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X