ચીને લેહ લદ્દાખમાં ફરી ખૂસણખોરી કરી, સ્થાનિકોને ધમકાવ્યા

આ ઘટના બહાર આવ્યા બાદ આર્મી હેડ ક્વાર્ટરે એકદમ મૌન સાધ્યું છે. ત્રણ જુલાઇએ ચુસૂલમાં બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે થયેલી ફ્લેગ મીટિંગબાદ ભારતીય સેનાના ગસ્તીદળને આ ક્ષતિગ્રસ્ત કેમેરા પાછા આપવામાં આવ્યા હતા. આ ઘટના 17 જૂનના રોજ બની હતી. આ દિવસે ચીનની સેનાએ ચુમાર સેક્ટરમાં આવેલા દોલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ધૂસણખોરી કરી હતી અને કેમેરાનો તોડી પાડ્યા હતા.
ચીનના સૈનિકોને હિન્દી ભાષાની જાણકારી છે. આ સૈનિકોએ હિન્દી ભાષામાં સ્થાનિક લોકોને ધમકી આપી આ વિસ્તાર ખાલી કરી દેવા માટે જણાવ્યું હતું. આ ઘટનાની જાણકારી ભારતીય ગુપ્તચર તંત્રએ ભારત સરકારને આપી હતી. જો કે આ સમગ્ર મામલે મૌન સેવવામાં આવી રહ્યું છે. આશ્ચર્યની બાબત એ છે કે આ ઘટના ત્યારે બહાર આવી રહી છે જ્યારે ભારતના વિદેશ પ્રધાન એ કે એન્ટની ચાર દિવસની ચીનની યાત્રા પર છે.












Click it and Unblock the Notifications
