રાહુલ ગાંધીએ સેટેલાઈટ ઈમેજનો હવાલો આપી કહ્યુ - ચીને પેંગોંગ ઝીલ પાસે કર્યો કબ્જો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી ટ્વિટ કરીને ચીની ઘૂસણખોરી માટે મોદી સરકાર પર હુમલો કર્યો છે.

એક તરફ લદ્દાખમાં ભારત અને ચીની સેના વચ્ચે સીમા વિશે વિવાદ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ દેશમાં આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક વાર ફરીથી ટ્વિટ કરીને ચીની ઘૂસણખોરી માટે મોદી સરકાર પર હુમલો કર્યો છે. સાથે જ તેમણે પીએમ મોદીને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સલાહ માનવા કહ્યુ છે. આ પહેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ચીન સામે સરેન્ડર કરવાનો આરોપ લગાવ્યો હતો.

rahul gandhi

રાહુલ ગાંધીએ રવિવારે સાંજે એક ચેનલના વીડિયોને ટ્વિટ કર્યુ જેમાં ચીન સીમાની સેટેલાઈટ તસવીર બતાવવામાં આવી રહી હતી. આ સાથે જ તેમણે લખ્યુ કે પ્રધાનમંત્રીએ કહ્યુ - ન કોઈ દેશમાં ઘૂસ્યુ, ના આપણી જમીન પર કોઈએ કબ્જો કર્યો પરંતુ સેટેલાઈટ ઈમેજમાં સ્પષ્ટ દેખાય છે કે ચીને પેંગોંગ ઝીલ પાસે ભારત માતાની પવિત્ર ધરતી પર કબ્જો કરી લીધો છે. ત્યારબાદ બીજા ટ્વિટમાં તેમણે ડૉ. મનમોહન સિંહના નિવેદનનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યુ કે હું આશા રાખુ છુ કે પીએમ મોદી ભારતની ભલાઈ માટે ડૉ. સિંહની સલાહ માનશે.

સીમા વિવાદ પર મનમોહન સિંહનુ નિવેદન

પૂર્વ પીએમ મનમોહન સિંહે ચીનને આકરો જવાબ આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે કોઈ પણ સ્થિતિમાં 20 સૈનિકોનુ બલિદાન વ્યર્થ ન જવુ જોઈએ. આ જ સમય છે જ્યારે આખા દેશે એક થઈને આ દુસ્સાહસનો જવાબ આપવો જોઈએ. તેમણે પોતાના નિવેદનમાં પીએમ મોદીને સલાહ પણ આપી. તેમણે કહ્યુ કે ચીનની ધમકીઓ અને દબાણ સામે આપણે ન તો ઝૂકીશુ અને ના પોતાની ભૂગોળીય અખંડતા સાથે સમજૂતી કરીશુ. પ્રધાનમંત્રીએ પોતાના નિવેદનથી તેમના ષડયંત્રકારી વલણને બળ ન આપવુ જોઈએ. પીએમે પોતાના શબ્દો અને એલાનો દ્વારા દેશની સુરક્ષા અને સામૂહિક હિતો પર પડતા પ્રભાવ પ્રત્યે હંમેશા ખૂબ જ સજાગ રહેવુ જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X