For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રતિબંધો લાગતા બોખલાયુ ચીન, અમેરિકા અને જાપાનની ટીકા કરી

દુનિયામાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ચીની નાગરીકો પણ દેશ બહાર જઈ રહ્યા છે. આ સ્થિતીમાં ચીનનું ખતરનાક BF.7 વેરિઅન્ટ ફેલાવવાનો ડર છે ત્યારે ઘણા દેશો પ્રતિબંધો લાગુ કરી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દુનિયાને કોરોના વાયરસ આપનારૂ ચીન હાલ ખુદ જ કોરોનાની ખતરનાક ઝપેટમાં આવી ગયુ છે. સતત વધતા કેસ અને અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા હોવાના અહેવાલ છે ત્યારે ચીન હજુ પણ આંકડા છુપાવી રહ્યું છે. ચીનને કારણે દુનિયામાં ભયનો માહોલ છે ત્યારે કેટલાક દેશોએ ચીનથી આવતા યાત્રીઓ પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોથી ચીનને વાંધો પડ્યો છે અને ભેદભાવ થઈ રહ્યો હોનાના ગાણાં ગાઈ રહ્યું છે.

china

હાલ દુનિયામાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ચીની નાગરીકો પણ દેશ બહાર જઈ રહ્યા છે. આ સ્થિતીમાં ચીનનું ખતરનાક BF.7 વેરિઅન્ટ ફેલાવવાનો ડર છે ત્યારે ઘણા દેશો પ્રતિબંધો લાગુ કરી રહ્યા છે. કેટલાક દેશોએ કોરોનાને લઈને સખત કોવિડ પ્રોટોકોલ બનાવ્યા છે.

આ મુદ્દે ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યુ કે, ચીની યાત્રીઓ માટે બનાવેલા પ્રોટોકોલ ભેદભાવપૂર્ણ છે. વિશ્વભરના મોટાભાગના દેશોએ પ્રવાસીઓ માટે સરહદો ખોલવાના ચીનના નિર્ણયને આવકાર્યો છે અને દેશ કોવિડ-19 સામેની લડાઈના નવા તબક્કામાં પ્રવેશ્યા પછી ચીનીઓને વિદેશ પ્રવાસ માટે પ્રોત્સાહિ કર્યા છે.

ગ્લોબલ ટાઈમ્સે આગળ લખ્યુ કે, યુએસ અને જાપાન સહિતના કેટલાક દેશ તેને બેઇજિંગને બદનામ કરવાની બીજી તક તરીકે જુએ છે. અહીં અખબારે લખ્યુ કે, કોરોના વાયરસના બહાના હેઠળ ચીનથી આવતા લોકો પર મુસાફરી પ્રતિબંધો લાદવાનું યુએસ અને જાપાનનું પગલું નિરાધાર અને ભેદભાવપૂર્ણ" છે. વાસ્તવિક હેતુ ચીનના ત્રણ વર્ષના COVID-19 નિયંત્રણ પ્રયાસોને તોડવાનો અને દેશની વ્યવસ્થાને તોડવાનો છે.

અહીં તમને જણાવી દઈએ કે ચીનમાં કોરોનાની ભયંકર લહેરે પુરી દુનિયામાં ભયનો માહોલ સર્જ્યો છે. જેને લઈને યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને 5 જાન્યુઆરીથી, ચીન, હોંગકોંગ અને મકાઉથી યુએસ આવનારા યાત્રીઓ માટે કોવિડ-19 સર્ટિફિકેટ અને કોવિડ ટેસ્ટ ફરજીયાત કર્યા છે.
આ બાબતે અમેરિકાએ કહ્યું છે કે, અન્ય કોઈપણ દેશથી અમેરિકા આવનાર ચીની નાગરિકોના પણ કોરોના ટેસ્ટ કરાશે. કોવિડ નેગેટિવ હોવાનું જણાશે ત્યારે જ તેમને અમેરિકા આવવાની મંજૂરી આપવામાં આવશે. જાપાને પણ ચાઈનીઝ પ્રવાસીઓને લઈને આ જ પગલાં લીધાં છે.

ભારત પર આવનારી આફત ટાળવામાં લાગ્યુ છે ત્યારે ભારત સરકારે પણ સખત નિયમો લાગુ કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, 1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. મુસાફરી પહેલા તેમના રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.

English summary
China criticized America and Japan for Corona restrictions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X