For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પુતિને ચીનના રાષ્ટ્રપતિની પત્નીને શાલ ઓઢાડતો ફોટો થયો વાઇરલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 નવેમ્બર: બીજિંગ ચાલી રહેલા પેસેફિક સંમેલનમાં રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિ શી જિનપિંગની સુંદર પત્ની પેંગ લિયુઆનને ઠંડીને બચાવવા માટે શિષ્ટાચાર રૂપે શાલ ઓઢાડી દિધી, પરંતુ આ શિષ્ટાચારે ઇન્ટરનેટ વર્લ્ડમાં ધૂમ મચાવી દિધી. વીડિયોને વાયરલ થતાં જોઇ ચીની સેંસર સચેત થઇ ગયું અને આ સાથે જોડાયેલા સમાચારો અને વીડિયોને ન્યૂઝ વેબસાઇટ પરથી હટાવી દિધા છે. સમાચારોનું માનીએ તો રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનની આ હરકતથી રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ નારાજ છે.

putin-moments-with-chinese-first-lady

તમને જણાવી દઇએ કે ગઇકાલે બીજિંગના એક્વાટિક સ્ટેડિયમમાં એક કાર્યક્રમ દરમિયાન પુતિન ચીનની પ્રથમ મહિલા પેંગ લિયુઆનની પાસે બેસ્યાં હતા. બંનેની વચ્ચે સામાન્ય ઔપચારિક વાત ચાલી રહી હતી કે અચાનક બ્લાદિમીર પુતિન ઉભા થયા અને ચીની પ્રથમ મહિલાના ખભા પર શાલ મુકી દિધી. ત્યાં હાજર ફોટોગ્રાફરોના કેમેરામાં આ તસવીર કેદ થઇ ગઇ અને જોતજોતાંમાં તસવીરો ચીની મીડિયા અને સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ. એટલું જ નહી ઇંટરનેટની દુનિયામાં તો તેને ફ્લર્ટનો રંગ આપી દેવામાં આવ્યો છે.

બ્લાદિમીર પુતિન અને લિયુઆનનો આ ફોટો દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે, જો કે ચીની સેંસર બોર્ડ સચેત થઇ ગયું અને ટૂંક સમયમાં જ આ ફોટાને ત્યાંના ઇન્ટરનેટ પરથી દૂર કરવામાં આવ્યો. એશિયા પેસેફિક સમિટમાં સોમવારે શિયાળાની રાતે આતિશબાજીના શોનો લુત્ફ લેવા વિભિન્ન દેશોના રાષ્ટ્રાધ્યક્ષ એકઠા થયા હતા. આ કાર્યક્રમ ચીનના નેશનલ ટીવી પર પ્રસારિત થઇ રહ્યો હતો. ઇન્ટરનેટ પર તેના વાયરલ થવાથી ચીની અધિકારીઓએ આ ફોટાને સેંસર કરી દિધો. ઇન્ટરનેટ પરથી મોટાભાગના ફૂટેજ અને ફોટા હટાવી દેવામાં આવ્યા છે.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/wRqVWa4ZUS4?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
China sensors Russian President Vladimir Putin's moment with Chinese first lady in Beijing China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X