For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગલવાનમાં શહીદ થયા 3 ભારતીય સૈનિક, ચીને ભારતને આપી ચેતવણી

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખના ગલવાન વિસ્તારમાં ચાલી રહેલ અથડામણ સોમવારે રાતે હિંસક બની ગઈ.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખના ગલવાન વિસ્તારમાં ચાલી રહેલ અથડામણ સોમવારે રાતે હિંસક બની ગઈ. સોમવારે રાતે બંને સેનાઓ વચ્ચે અથડામણ હિંસક બની ગઈ. આ અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી સહિત બે જવાનો શહીદ થયાના સમાચાર છે. વળી, ચીનના વિદેશ મંત્રાલય તરફથી ભારતને ચેતવણી આપવામાં આવી છૈ. ચીન સાથે થયેલ આ અથડામણમાં ભારતીય સેનાના એક કર્નલ સહિત બે જવાન શહીદ થઈ ગયા છે.

india-china

ચીન થયુ આક્રમક

ચીનના વિદેશ મંત્રાલય તરફથી આક્રમક રીતે આ ઘટના પર પ્રતિક્રિયા આપવામાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યુ હતુ કે ચીની જવાનો સાથે થયેલી ઝડપમાં ભારતીય સેનાને નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. આના પર વિદેશ મંત્રાલયના પ્રવકતા ભારતને ચેતવણ આપી કે તે આ મુદ્દાને વધુ ન ઉલઝાવે અને ના કોઈ પ્રકારની એકપક્ષીય કાર્યવાહી કરે. ચીને ભારત પર આરોપ લગાવ્યો કે ભારતીય આર્મીના જવાન સીમાને પારકરી, ચીની જવાનોને નિશાન બનાવી રહ્યા છે. ગ્લોબલ ટાઈમ્સે ચીનના વિદેશ મંત્રીના હવાલાથી લખ્યુ છે કે ભારત અને ચીન બંને દ્વિપક્ષીય મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા, સીમા પર તણાવ ઘટાડવા અને સીમાાંતર વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પર સંમત થયા હતા.

પાંચ દશક બાદ સ્થિતિ તણાવપૂર્ણ

લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર લગભગ પાંચ દશક બાદ સ્થિતિ આટલી તણાવપૂર્ણ બની છે. આ સંકટ વચ્ચે જ બંને પક્ષોના સીનિયર મિલિટ્રી અધિકારીઓ બેઠક કરી રહ્યા છે જેથી સ્થિતિને નિયંત્રણમાં કરી શકાય. ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યુ છે કે ચીનને પણ પોતાના અમુક જવાનોનુ નુકશાન સહન કરવુ પડ્યુ છે. સૂત્રોની માનીએ તો બંને તરફથી કોઈ પણ ગોળી નથી ચાલી પરંતુ પત્થરબાજીમાં એક અધિકારી સહિત બે જવાન શહીદ થઈ ગયા. ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ તણાવ સાતમાં સપ્તાહમાં પહોંચી ગયો છે અને ઘણી બેઠકો આ ટકરાવને ખતમ કરવા માટે કરવામાં આવી ચૂકી છે. હજુ સુધી કોઈ પણ સમાધાન નથી થઈ શક્યુ.

લદ્દાખની ઘટના પર રાજનાથ સિંહે ત્રણે સેનાઓના પ્રમુખો સાથે કરી મહત્વની બેઠકલદ્દાખની ઘટના પર રાજનાથ સિંહે ત્રણે સેનાઓના પ્રમુખો સાથે કરી મહત્વની બેઠક

English summary
China warns India after Indian Army loses one Colonel and 2 soldiers in LAC clash, said Don't stir up trouble'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X