For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની રાજદૂતે માન્યુ ગલવાન ઘાટીમાં થયા હતા PLA સૈનિકોના મોત, સંખ્યા તો પણ ના કહી

ભારતમાં ચીનના રાજદૂત સન વેઈડોંગે પહેલી વવાર અધિકૃત રીતે એ વાત સ્વીકાર કરી છે કે 15 જૂને ગલવાન ઘાટીમાં જે હિંસા થઈ હતી તેમાં પીપલ્સ લિબ્રેશન આર્મી (પીએલએ)ના અમુક સૈનિકો માર્યા ગયા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ચીનના રાજદૂત સન વેઈડોંગે પહેલી વવાર અધિકૃત રીતે એ વાત સ્વીકાર કરી છે કે 15 જૂને ગલવાન ઘાટીમાં જે હિંસા થઈ હતી તેમાં પીપલ્સ લિબ્રેશન આર્મી (પીએલએ)ના અમુક સૈનિકો માર્યા ગયા છે. આ હિંસામાં ભારતીય સેનાના 20 સૈનિક શહીદ થઈ ગયા હતા જેમાં 16 બિહાર રેજીમેન્ટના કમાંડિંગ ઑફિસર(સીઓ) કર્નલ સંતોષ બાબુ પણ શામેલ હતા. રાજદૂત સને ભારતીય ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના સૈનિકોના માર્યા જવા પર વાત કરી અને કહ્યુ, 'બંને પક્ષો વચ્ચે ભારે મારામારી અને મોત થયા.'

chinese ambassador

હજુ સુધી ચીને નથી જણાવી સંખ્યા

રાજદૂત સન વેઈડોંગ પહેલા ચીની અધિકારી મોતની વાત તો માનતા હતા પરંતુ એ વિશે કંઈ કહેતા નહોતા કે એલએસીની કઈ તરફ ચીની સૈનિક માર્યા ગયા છે. ભારતે તો 20 શહીદોના નામ જારી કરી દીધા પરંતુ ચીન હજુ સુધી મૌન છે. ચીની દૂતાવાસ તરફથી રાજદૂત સન વેઈડોંગનો ઈન્ટરવ્યુ વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો. હ્યુ શિજિન જે સરકારી છાપા ગ્લોબલ ટાઈમ્સના એડીટર છે તેમણે પણ ગલવાન ઘાટીમાં થયેલી હિંસામાં ચીની સૈનિકોના માર્યા જવાની વાત કહી હતી. હજુ સુધી ચીન તરફથી જે નિવેદન આવતા હતા તેમાં બસ એ જ કહેવામાં આવતુ હતુ કે તેમના પણ અમુક સૈનિક માર્યા ગયા છે. 19 જૂને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયાન તરફથી પણ ચીની સૈનિકોના મોતની વાત કહેવામાં આવી હતી. પરંતુ તેમણે પણ સંખ્યા જણાવી નહોતી. સને એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે બંને તરફથી ભારે નુકશાન થયુ હતુ.

સુશાંત સિંહના મોત બાદ પહેલી વાર પિતાએ તોડ્યુ મૌન, અંકિતા અને કૃતિ વિશે કર્યો ખુલાસોસુશાંત સિંહના મોત બાદ પહેલી વાર પિતાએ તોડ્યુ મૌન, અંકિતા અને કૃતિ વિશે કર્યો ખુલાસો

English summary
Chinese ambassdor acknowledges the death of its soldiers in Glawan Valley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X