ચીની અખબારના અહેવાલ મુજબ ચાઇનીઝ ઉત્પાદનોનું ભારતમાં રેકૉર્ડ બ્રેક વેચાણ

Subscribe to Oneindia News

જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂર અઝહર પર પ્રતિબંધનો ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં વિરોધ કરાયા બાદ ભારતમાં ચાઇનીઝ માલસામાનના બહિષ્કારનું અભિયાન ચાલુ છે, પરંતુ તેમ છતાં તહેવારના મોસમમાં ભારતમાં ચાઇનીઝ માલસામાનનું રેકૉર્ડબ્રેક વેચાણ થયુ છે. આ જાણકારી અહીંની સરકારી અખબાર એજંસી પીટીઆઇ એ ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સના માધ્યમથી આપી છે.

chinese sale

પીટીઆઇના એક લેખ અનુસાર, " ભારતમાં દિવાળી સૌથી મોટી ખરીદીની મોસમ છે અને હિંદુઓનો મોટો તહેવાર પણ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સોશિયલ મીડિયામાં ચાઇનીઝ માલસામાનનો બહિષ્કાર કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને અમુક નેતાઓ પણ તથ્યોને તોડીમરોડીને રજૂ કરી રહ્યા છે. " આ લેખમાં કહેવાયુ છે કે, ભારતમાં કોઇની પણ પરવાહ કર્યા વિના બહિષ્કાર અભિયાન ચલાવવા અને ભારતીય મીડિયા દ્વારા ચાઇનીઝ માલસામાનના ' ખરાબદિવસો ' આવ્યાના અહેવાલ બતાવ્યા હોવા છતા ભારત સરકારે ક્યારેય પણ ચાઇનીઝ ઉત્પાદનોની ટીકા કરી નથી. વળી, ચાઇનીઝ ઉત્પાદનો ભારતમાં ખૂબ જ લોકપ્રિય પણ છે. "

લેખ મુજબ બહિષ્કારનું આ અભિયાન સફળ થયુ નથી. દેશના ત્રણ પ્રમુખ ઇ-વાણિજ્ય વેચાણ મંચ પર ચાઇનીઝ ઉત્પાદનોનું રેકૉર્ડબ્રેક વેચાણ થયુ છે. ચીનની હેંડસેટ કંપની શ્યાઓમીએ ફ્લિપકાર્ટ, એમેઝોન ઇંડિયા, સ્નેપડીલ અને ટાટા ક્લિક જેવા મંચો પર માત્ર ત્રણ દિવસમાં જ 5 લાખ ફોનનું વેચાણ કર્યુ છે. લેખમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે પણ ભારતમાં ક્ષેત્રીય મુદ્દાઓ પર તણાવ વધે છે ત્યારે હંમેશા ચાઇનીઝ ઉત્પાદનો તેનો શિકાર બને છે અને આ ધારણા કેટલાક વર્ષોથી જોવા મળી રહી છે.

ભારત-ચીન સંબંધોમાં દ્વીપક્ષીય વેપાર મજબૂત સ્તંભોમાંનો એક છે. બંને દેશો વચ્ચે 2015 માં 70 અબજ ડૉલરનો વેપાર થયો હતો અને ચીને ભારતમાં લગભગ 87 કરોડ ડૉલરનું રોકાણ કર્યુ હતુ. તે 2014 ના મુકાબલે 6 ગણુ વધારે હતુ.

English summary
Chinese News paper report that Chinese Goods Sale In India Hit Record High.
Please Wait while comments are loading...