For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોપર ડીલ: સીબીઆઇએ કરી ગૌતમ ખેતાનની પૂછપરછ

|
Google Oneindia Gujarati News

chopper deal
નવી દિલ્હી, 7 માર્ચ: કેન્દ્રીય તપાસ બ્યૂરોએ 3600 કરોડ રૂપિયાના વીવીઆઇપી હેલીકોપ્ટર સોદામાં કૌભાંડના આરોપોની તપાસ સંબંધમાં એરોમેટ્રિક્સ કંપની બોર્ડના પૂર્વ સભ્ય ગૌતમ ખેતાન સાથે ગુરુવારે પૂછપરછ કરી.

સીબીઆઇ સૂત્રોએ જણાવ્યું કે ખેતાન સવારે લગભગ દસ વાગે એજન્સી કાર્યાલયે પહોંચ્યા જ્યાં તેણે હેલીકોપ્ટર ડીલના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી. સીબીઆઇ આ મામલે એરોમેટ્રિક્સ અને આઇડીએસ ઇન્ફોટેકની ભારતીય શાખાના અધિકારીઓની પહેલા જ પૂછપરછ કરી ચૂકી છે. આ કંપનીઓના માધ્યમથી એન્જીનિયરિંગ અનુબંધોના નામ પર મોરીશિયસ અને ટ્યૂનીશિયાના માર્ગે કથિત રીતે લાંચ આપવામાં આવી હતી.

ઇટલીમાં ફરિયાદી પક્ષના વકીલ તરફથી દાખલ કરવામાં આવેલા અહેવાલમાં ખેતાનના નામનો ઉલ્લેખ કર્યો હતો. જોકે ખેતાને તેમની પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. સીબીઆઇએ પૂર્વ વાયુસેના અધ્યક્ષ એસપી ત્યાગી સહીત 11 લોકોની સામે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

English summary
Chopper deal: CBI grills former Aeromatrix board member Gautam Khaitan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X