For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Christmas 2020: કોરોના ગાઈડલાઈન સાથે દુનિયાભરમાં મનાવાઈ રહી છે ક્રિસમસ

દુનિયાભરમાં આજે કોરોના ગાઈડલાઈન્સ સાથે ક્રિસમસનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

Merry Christmas 2020: દુનિયાભરમાં આજે કોરોના ગાઈડલાઈન્સ સાથે ક્રિસમસનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ભારત સહિત બાકીના દેશોમાં પણ ક્રિસમસની ધૂમ છે. મોટાભાગના લોકો ક્રિસમસનો પર્વ ઘરે રહીને મનાવી રહ્યા છે. મહામારી અને કોરોનાના નવા સ્ટ્રેનના ડરમાં દર વર્ષની જેમ ક્રિસમસની રોનક બજારોમાં જોવા મળી શકી નહિ પરંતુ કોરોના કાળમાં પણ ક્રિસમસ માટે લોકોમાં ઉત્સાહ છે. દેશ-વિદેશના ઘણા ચર્ચને ક્રિસમસ તહેવાર પર બંધ રાખવામાં આવ્યા છે. પરંતુ લોકો ચર્ચની બહાર મોટી સંખ્યામાં આવીને ક્રિસમસનો પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવી રહ્યા છે.

સોશિયલ ડિસ્ટંસીંગ સાથે ક્રિસમસની ઉજવણી

સોશિયલ ડિસ્ટંસીંગ સાથે ક્રિસમસની ઉજવણી

ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્લી અને ગોવા સહિત દેશના અલગ અલગ ભાગોમાં ક્રિસમસ મનાવવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ક્રિસમસ પર ગોવાની રાજધાની પણજીમાં આવર લેડી ઑફ ધ ઈમેર્યુલેટ કૉન્સેપ્ટ ચર્ચના મિડનાઈટ માસના આયોજનનનો ફોટો શેર કર્યો છે. ફોટામાં જોઈ શકાય છે કે લોકો સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરીને ચર્ચમાં ક્રિસમસ સેલિબ્રેટ કરી રહ્યા છે.

ચર્ચની બહાર સુરક્ષા

વળી, કોલકત્તાના ફેમસ ચર્ચ સેન્ટ પૉલ કેથેડ્રલને અડધી રાત બાદ સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યુ. અહીં ક્રિસમસની પૂર્વ સંધ્યા પર લોકો ભારે માત્રામાં આવે છે. કોરોનાના કારણે લાગેલા પ્રતિબંધો અને ચર્ચના બંધ હોવાના કારણે અહીં પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. ચર્ચની બહાર સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ફોટામાં જોઈ શકાય છે કે ચર્ચની બહાર ઘણી ભીડ છે. ચર્ચને દર વર્ષની જેમ આ વર્ષે પણ સજાવવામાં આવ્યુ છે.

જીસસ ક્રાઈસ્ટના જન્મની ખુશીમાં મનાવાય છે ક્રિસમસ

વળી, તમિલનાડુમાં પણ લોકો ચર્ચની અંદર સોશિયલ ડિસ્ટંસીગનુ પાલન કરીને બેઠેલા જોવા મળ્યા. ક્રિસમસ દર વર્ષે 25 ડિસેમ્બરે જીસસ ક્રાઈસ્ટના જન્મની ખુશીમાં મનાવવામાં આવે છે. જીસસ ક્રાઈસ્ટને ભગવાનનો દીકરો કહેવામાં આવે છે. ક્રિસમસનુ નામ પણ ક્રિસ્ટથી જ પડ્યુ છે. માન્યતા છે કે સૌથી પહેલા આ ક્રિસમસ 336 ADમાં 25 ડિસેમ્બરના રોજ એક ઈસાઈ ધ્રમના રોમન શાસકે મનાવી હતી. તે રોમન સામ્રાજ્યનો પહેલો ઈસાઈ રાજા હતો. જેના ઘણા વર્ષો બાદ પોપ જુલિયસે એ વાતનુ એલાન કર્યુ કે 25 ડિસેમ્બરને જીસસના જન્મદિવસ તરીકે મનાવવામાં આવશે.

PM મોદી આજે 9 કરોડ ખેડૂતોને મોકલશે 18,000 કરોડ રૂપિયાPM મોદી આજે 9 કરોડ ખેડૂતોને મોકલશે 18,000 કરોડ રૂપિયા

English summary
Christmas 2020 celebration with coronavirus guidelines church midnight mass
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X