For Quick Alerts
For Daily Alerts
મુકેશ અંબાણીના ઘરે ફરજ બજાવતા સીઆઇએસએફ જવાને કરી આત્મહત્યા
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિમાંના એક મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત ઘરે સીઆઈએસએફ જવાને કથિત રૂપે ગોળી ચલાવીને આત્મહત્યા કરી લીધી હતી. સીઆઈએસએફ જવાન દક્ષિણ મુંબઈના એન્ટિલિયામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના ઘરે પોસ્ટ કરાયો હતો.
મળતી માહિતી મુજબ જવાને બુધવારે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ગુરુવારે સમાચાર પ્રકાશમાં આવ્યા ત્યારે લાશને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. ગુરુવારે શહેરની જેજે હોસ્પિટલમાં જવાનનું પોસ્ટ મોર્ટમ કરાયું છે. આપઘાતનું કારણ જાણી શકાયું નથી.