શિલૉન્ગથી ભાજપ ઉમેદવારની ધમકીઃ જો સિટીઝનશિપ બિલ પાસ થયુ તો આત્મહત્યા કરી લઈશ

મેઘાલયની શિલૉન્ગ સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સનબોર શુલઈએ એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે.

મેઘાલયની શિલૉન્ગ સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સનબોર શુલઈએ એક વિવાદિત નિવેદન આપીને હોબાળો મચાવી દીધો છે. તેમણે ગુરુવારે મત આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે જો મેઘાલય સહિત પૂર્વોત્તર રાજ્યોમાં નાગરિકતા (સુધારા) બિલ લાગુ થયુ તો તે નરેન્દ્ર મોદી સામે આત્મહત્યા કરી લેશે કારણકે તેમના જીવતા તો આ બિલ કોઈ પણ સ્થિતિમાં મેઘાલયમાં લાગુ નહિ થાય. હા જો આ દેશના કોઈ બીજા ભાગમાં લાગુ થશે તો તેમને કોઈ વાંધો નથી. ઉલ્લેખનીય છે કે ભાજપે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કેન્દ્રની સત્તામાં પાછા આવવા પર નાગરિકતા સુધારા બિલ લાગુ કરવાનું વચન આપ્યુ છે.

bjp

તમને જણાવી દઈએ કે આ એ જ સુનબોર શુલઈ છે જેમણે પીએમ મોદી અને કેન્દ્રીય નેતાઓ અને બિન સરકારી સંગઠનોને એક પત્ર સોંપ્યો હતો કે મેઘાલય અને પૂર્વોત્તર રાજ્યોને નાગરિકતા સુધારા બિલથી છૂટ આપવાની વાત કહેવામાં આવી હતી અને તે ઈચ્છતા હતા કે આ બિલમાં સુધારો થાય.

શું છે નાગરિકતા સુધારા બિલ

નાગરિકતા અધનિયમ, 1955માં સુધારો કરવા માટે લોકસભામાં નાગરિકતા બિલ લાવવામાં આવ્યુ હતુ. આ બિલ દ્વારા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી સમાજો - હિંદુઓ, શીખો, બૌદ્ધો, જૈન, પારસીઓ અને ઈસાઈઓને સમુચિત દસ્તાવેજો વિના ભારતીય નાગરિકતા આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આમાં ભારતમાં તેમના નિવાસના સમયને 11 વર્ષના બદલે છ વર્ષ કરવાની જોગવાઈ છે. એટલે કે હવે આ શરણાર્થી 6 વર્ષ બાદ જ ભારતીય નાગરિકતા માટે આવેદન કરી શકે છે. આ બિલ હેઠળ સરકાર ગેરકાયદેસર પ્રવાસીઓની પરિભાષા બદલવાના પ્રયાસમાં છે. ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં આનું વચન આપ્યુ હતુ. મોદી સરકાર બન્યા બાદ આ બિલ 2016માં સંસદમાં પહેલી વાર રજૂ કરવામાં આવ્યુ હતુ પરંતુ સરકારનું કહેવુ છે કે આને ફરીથી તૈયાર કરવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X