For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા બાદ રાજ્યસભામાં પણ નાગરિકતા બિલ પાસ થયું

લોકસભા બાદ રાજ્યસભામાં પણ નાગરિકતા બિલ પાસ થયું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. લોકસભા બાદ આજે રાજ્યસભામાં પણ મોદી સરકારને મોટી સફળતા સાંપડી છે. રાજ્યસભામાં નાગરિકતા બિલના પક્ષમાં 125 વોટ પડ્યા છે. નાગરિકા સંશોધન બિલ આજે બપોરે 12 વાગ્યે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સદનમાં નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા થઈ. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બિલને લઈ તીખી ચર્ચા થઈ હતી. હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલી આપવામાં આવશે. જ્યાં તેમના હસ્તાક્ષર બાદ આ બિલ કાનૂન બની જશે.

citizenship amendment bill

અગાઉ નાગરિકતા સંશોધન બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાનો વિપક્ષનો પ્રસ્તાવ પડી ગયો. બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાના પક્ષમાં 98 વોટ પડ્યા હતા જ્યારે તેની વિરુદ્ધમાં 124 વોટ પડ્યા હતા. સદનમાં કુલ 206 સભ્યો હાજર રહ્યા. બિલમાં સંશોધન માટે 14 પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા. ડેરેક ઓ બ્રાયનનો પણ પ્રસ્તાવ રાજ્યસભામાં પડી ગયો. જ્યારે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ વોટિંગ દરમિયાન શિવસેનાએ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું.

નાગરિકતા સંશોધન બિલ પર આ 8 ભ્રામક વાતો, સરકારે આપ્યો જવાબનાગરિકતા સંશોધન બિલ પર આ 8 ભ્રામક વાતો, સરકારે આપ્યો જવાબ

English summary
Citizenship amendment bill passed in rajyasabha with support of 125 vote
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X