For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Civil Services Day: PM મોદી આજે પ્રશાસનિક અધિકારીઓને કરશે સંબોધિત, આપશે ખાસ અવૉર્ડ

|
Google Oneindia Gujarati News

Civil Services Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 16માં સિવિલ સર્વિસ ડેના અવોર્ડ સમારંભ અને વિદાય સત્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દિલ્લીના વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં યોજાશે, જેમાં પીએમ મોદી મુખ્ય અતિથિ હશે. કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી શરૂ થશે.

પીએમ મોદી સવારે 11.40 કલાકે આ કાર્યક્રમને સંબોધિત કરશે. આ સાથે તેઓ વહીવટી અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સૌથી પહેલા સવારે 11.10 વાગ્યે કાર્યક્રમને સંબોધિત કરશે. આ પછી PM મોદી સવારે 11.25 વાગ્યે અધિકારીઓનું સન્માન કરશે.

narendra modi

તમને જણાવી દઈએ કે સિવિલ સર્વિસ ડે દર વર્ષે 21 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના વિવિધ ભાગોમાં કાર્યરત વહીવટી અધિકારીઓના કાર્યને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે.

Mercury Retrograde 2023: 21 એપ્રિલથી 25 દિવસ બુધ થશે વક્રી, જાણો રાશિઓ પર શું થશે અસરMercury Retrograde 2023: 21 એપ્રિલથી 25 દિવસ બુધ થશે વક્રી, જાણો રાશિઓ પર શું થશે અસર

વડા પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ પીએમ મોદીએ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રશાસનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કામની હંમેશા પ્રશંસા કરી છે અને તેમને વધુ મહેનત કરવા માટે પ્રેરણા પણ આપી છે.

આજે યોજાનાર કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી વધુ સારુ કામ કરનારા અધિકારીઓને વડાપ્રધાન એવોર્ડથી સન્માનિત કરશે. પોતાના જિલ્લામાં કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની સંસ્થા માટે સારી કામગીરી કરનાર અધિકારીઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

પંજાબની જેલમાં ગેંગસ્ટર મુખ્તાર અંસારીને મળી VVIP ટ્રીટમેન્ટ, કડક કાર્યવાહીની તૈયારીમાં માન સરકારપંજાબની જેલમાં ગેંગસ્ટર મુખ્તાર અંસારીને મળી VVIP ટ્રીટમેન્ટ, કડક કાર્યવાહીની તૈયારીમાં માન સરકાર

આ સન્માન ચાર ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવે છે. જેમાં હર ઘર જલ યોજના હેઠળ લોકોના ઘરે સ્વચ્છ પાણી પહોંચાડવું, સ્વસ્થ ભારત મિશનને આગળ ધપાવવા, સર્વગ્રાહી શિક્ષણ દ્વારા બહેતર શિક્ષણને આગળ વધારવા અને દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસને આગળ ધપાવવાનું મહત્વનું છે.

English summary
Civil Services Day: PM Modi to address IAS officers in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X