સરકાર બનાવવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે કોંગ્રેસઃ JMM

JMM
રાંચી, 22 જાન્યુઆરીઃ જેએમએમએ મંગળવારે કોંગ્રેસ પર રાજ્યમાં વૈકલ્પિક સરકારની રચનામાં સહયોગ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. જેએમએમે સમર્થન પરત લીધા બાદ ભાજપ નીત અર્જુન મુંડા સરકારનું પતન થઇ ગયું. રાજ્યમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે અને વિધાનસભાને નિલંબિત રાખવામાં આવી છે.

જેએમએમ મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યએ મંગળવારે સંવાદદાતાઓને કહ્યું કે, કોંગ્રેસ એ સ્પષ્ટ કરે કે તે આખરે શું ઇચ્છે છે, એક લોકતાંત્રિક સરકાર કે રાજ્યપાલના સલાહકારોના રૂપમાં અવકાશપ્રાપ્ત નોકરશાહીનું શાસન.

એક અન્ય જેએમએમ નેતાએ કહ્યું કે, કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. પોતાનું નામ નહીં જણાવવાની શરતે નેતાએ કહ્યું છે કે, તે રાષ્ટ્રપતિ શાસનના બહાને પડદા પાછળથી શાસન ચલાવવાના પ્રયત્નમાં લાગેલી છે.

નેતાએ આગળ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓની ઘોષણા કરી હતી કે અર્જુન મુંડા સરકારના પતન બાદ વૈકલ્પિક સરકારની રચનામાં સહયોગ કરશે, પરંતુ હજુ સુધી તેમણે કોઇ રૂચી દેખાડી નથી.

સ્વતંત્ર વિધાયક બંધુ ટિર્કીએ કહ્યું હતું કે જયપુરમાં ચિંતન શિબિર અને ખરમાસ પૂર્ણ થયા બાદ વૈકલ્પિક સરકારનું ગઠન કરવામાં આવશે. હવે તો બન્નેનું સમાપન થઇ ચૂક્યું છે. સત્તામાં ભાગીદારીના સવાલ પર અસહમતિ થતાં જેએમએમે આઠ જાન્યુઆરીએ સમર્થન પરત ખેંચી લેતા 28 માસ જૂની ભાજપ સરકારનું પતન થઇ ગયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X