For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં મૌલાનાએ જય શ્રી રામ બોલવાની ના પાડતા કારથી મારી ટક્કર

દિલ્લીમાં એક મૌલાનાને જય શ્રીરામ ન બોલવા પર કારથી ટક્કર મારી દેવાની ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં એક મૌલાનાને જય શ્રીરામ ન બોલવા પર કારથી ટક્કર મારી દેવાની ઘટના સામે આવી છે. અહીંના રોહિણીના સેક્ટર-20માં એક મૌલાનાએ આરોપ લગાવ્યો છે કે જય ત્રીરામનો નારો ન લગાવવા પર અમુક લોકોએ તેમને ગાળો આપી, કારથી ટક્કર મારી અને ધમકી પણ આપી.

delhi maulana

મૌલાનાનું નામ મોહમ્મદ મોમિન છે, જેનુ કહેવુ છે કે કારમાં બેઠા બેઠા અમુક લોકોએ તેમને જય શ્રીરામનો નારો લગાવવા કહ્યુ અને જ્યારે તેમણે આવુ ન કર્યુ તો તેમને કારથી ટક્કર મારી દેવામાં આવી. કેસ દિલ્લીના અમન વિહાર વિસ્તારનો છે. પીડિત ગુરુવારની સાંજે ફરવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો.

મૈલાના મોમિને કહ્યુ કે અમુક લોકો કારની અંદર બેઠા હતા. તેમણે મને જય શ્રીરામ બોલવા કહ્યુ. પરંતુ મે આમ કરવાની મનાઈ કરી દીધી. ત્યારબાદ તેમણે મને અપશબ્દો કહ્યા અને કારથી ટક્કર મારી દીધી. જેનાથી તે ઘાયલ થઈ ગયા.

આ ઘટના બાદ વિસ્તારના લઘુમતીઓમાં રોષ છે. વળી, દિલ્લી પોલિસે આ સમગ્ર મામલે એક્સિડન્ટને કેસ નોંધી લીધો છે. હવે દિલ્લી પોલિસ મૌલાના મોમિનના આરોપોની તપાસમાં લાગી ગઈ છે. પોલિસ આ કેસમાં ઘટનાની જગ્યાએ સીસીટીવી ફૂટેજ શોધવામાં લાગી છે.

આ પણ વાંચોઃ ઈરાન-અમેરિકાએ ભારતનું ટેન્શન વધાર્યું, ઓઈલની કિંમતોને લઈ સાઉદી અરબની મદદ માંગીઆ પણ વાંચોઃ ઈરાન-અમેરિકાએ ભારતનું ટેન્શન વધાર્યું, ઓઈલની કિંમતોને લઈ સાઉદી અરબની મદદ માંગી

English summary
Cleric claims car hit him after he refused to chant 'Jai Shri Ram', case registered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X