For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM કેજરીવાલની દીકરી સાથે ઑનલાઈન ફ્રૉડ, OLX પર વેચી રહી હતી સોફા

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા સાથે રૂ.34,000ની છેતરપિંડી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા સાથે રૂ.34,000ની છેતરપિંડી કરવામાં આવી છે. તે ઑનલાઈન ફ્રૉડનો શિકાર બની છે. સીએમ કેજરીવાલની દીકરી એક જૂનો સોફા ઑલાઈન વેચી રહી હતી ત્યારે ઠગે તેની સાથે 34,000 રૂપિયાની છેતરપિંડી કરી. હર્ષિતા OLX પર સોફા વેચવા માંગતી હતી. એક વ્યક્તિએ સોફા ખરીદવા માટે અપ્રોચ કર્યુ. ડીલ નક્કી થયા બાદ એ વ્યક્તિએ સીએમની દીકરીને એક QR કોડ મોકલ્યો અને તેને સ્કેન કરવા માટે કહ્યુ. ત્યારબાદ અરવિંદ કેજરીવાલની દીકરીના અકાઉન્ટથી 34,000 રૂપિયા ડેબિટ થઈ ગયા.

harshita kejriwal

વાસ્તવમાં, ઠગે પોતાને તે સોફાના કસ્ટમર તરીકે રજૂ કર્યો. તેણે સૌથી પહેલા સીએમની દીકરીનો વિશ્વાસ જીતવા માટે તેના અકાઉન્ટમાં અમુક પૈસા મોકલ્યા. ત્યારબાદ તેણે સીએમની દીકરીને એક બાર કોડ સ્કેન કરવા માટે કહ્યુ. આ વખતે સ્કેન કરતા જ તેના અકાઉન્ટમાંથી એક વારમાં 20 હજાર રૂપિયા અને ત્યારબાદ 14 હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા. સીએમ કેજરીવાલની દીકરી સામે એક વ્યક્તિએ ખુદને ગ્રાહક બતાવીને રજૂ કર્યો. અને પોતાના ખાતમાંથી અમુક રકમ મોકલ્યા બાદ એક વાર કોડ સ્કેન કરવા માટે કહ્યુ.

હર્ષિતાએ જેવો બાર કોડ સ્કેન કર્યો તેના ખાતામાંથી બે વારમાં પૈસા નીકળી ગયા. પહેલા 20,000 રૂપિયા અને પછી 14,000 રૂપિયા સીએમની દીકરીના અકાઉન્ટમાંથી જતા રહ્યા. આ અંગે સિવિલ લાઈન્સ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. દિલ્લી પોલિસ અધિકારીએ કહ્યુ કે ફરિયાદ મળ્યા બાદ આઈપીસીની કલમો હેઠળ સિવિલ લાઈન્સ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલિસે જણાવ્યુ કે એફઆઈઆરના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

Chocolate Day 2021: ચૉકલેટ ખાવાથી લવલાઈફ સારી રહે, સંબંધોમાં જળવાય મીઠાશChocolate Day 2021: ચૉકલેટ ખાવાથી લવલાઈફ સારી રહે, સંબંધોમાં જળવાય મીઠાશ

English summary
CM Kejriwal's daughter online fraud, selling sofa on OLX.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X