For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka budget: શુ ખેડૂતોને મળશે દેવા માફી?

ખુબ જ મુશ્કેલી ઘ્વારા કર્ણાટકમાં સત્તા મેળવનાર સીએમ કુમારસ્વામી આજે પોતાનું પહેલું બજેટ રજુ કરશે. બધા જ લોકોની નજર આ બજેટ પર રહેશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ખુબ જ મુશ્કેલી ઘ્વારા કર્ણાટકમાં સત્તા મેળવનાર સીએમ કુમારસ્વામી આજે પોતાનું પહેલું બજેટ રજુ કરશે. બધા જ લોકોની નજર આ બજેટ પર રહેશે. એવી આશા કરવામાં આવી રહી છે કે આ બેજેટમાં ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત થઇ શકે છે કારણકે ઈલેક્શન પહેલા કોંગ્રેસ અને જેડીએસ ઘ્વારા પોતાના ઘોષણાપત્રમાં તેની જાહેરાત કરવામાં આવી હતી અને સીએમ બન્યા પછી કુમારસ્વામી ઘ્વારા આ વાત વિશે પણ જણાવવામાં આવ્યું હતું.

karnataka budget

આ બજેટ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘ્વારા ટવિટ કરીને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર પોતાના ઈલેક્શનના વચનો મુજબ ખેડૂતોના દેવા માફ કરશે, જેથી આખા ભારતના ખેડૂતોમાં એક આશા પેદા થશે.

સિદ્ધારમૈયા કુમારસ્વામી થી નારાજ થયા

આપણે જણાવી દઈએ કે ખુબ જ મુશ્કેલી ઘ્વારા કર્ણાટકમાં સત્તા મેળવનાર કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન વચ્ચે સતત મનમોટાવ થવાની ખબરો આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ અને જેડીએસ વિધાયકો એકબીજા સાથે તાલમેલ નથી મેળવી શકતા.

આ મામલો ત્યારે ગરમ થયો જયારે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા કુમારસ્વામી થી નારાજ થયા કારણકે સિદ્ધારમૈયા નવા બજેટમાં સંપૂર્ણ દેવા માફીના વિરોધમાં છે. એટલા માટે આજે આ બજેટ પર લોકોની નજર ટકેલી છે.

53,000 કરોડ રૂપિયાનું દેવું માફ

ધ્યાન આપવા જેવી બાબત છે કે એક અનુમાન મુજબ રાજ્યમાં 53,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાનું છે. જો કોંગ્રેસ અને જેડીએસ સરકાર ખેડૂતોનું દેવું માફ કરશે તો તેનો સીધો પ્રભાવ રાજકોષ પર પડશે.

English summary
CM Kumaraswamy present karnataka budget today eyes on farm loan waiver package
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X