For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોલનાકા પર આર્મીની તૈનાતીથી મમતા નારાજ, કહ્યુ- તખ્તો પલટવાનું કાવતરુ

પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં અચાનક આર્મીની તૈનાતી અંગે સરકાર પર આરોપ લગાવતા મમતાએ કહ્યુ કે આ બધુ સૈન્ય દ્વારા તખ્તો પલટવાની તૈયારીની કોશિશ છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં અચાનક આર્મીની તૈનાતી અંગે સરકાર પર આરોપ લગાવતા મમતાએ કહ્યુ કે આ બધુ સૈન્ય દ્વારા તખ્તો પલટવાની તૈયારીની કોશિશ છે.

mamta

બંગાળના ઘણા જિલ્લામાં ગુરુવારે ટોલ નાકા પર આર્મીની તૈનાતી કરી દેવાતા પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી ગુસ્સે ભરાયા છે. મમતાએ કહ્યુ કે કેન્દ્ર સરકાર આ બધુ જાણી જોઇને કરી રહી છે અને આ બધુ રાજ્ય સરકારનો તખ્તો પલટવા માટેનું કાવતરુ છે.

ટોલનાકા પર આર્મીની તૈનાતી પહેલા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરુર હતી પરંતુ તેમણે આવુ ન કર્યુ. નારાજ મમતાએ રાતભર સચિવાલયમાં વિતાવી અને પોતાનો ગુસ્સો બતાવતા પોતાના ટ્વીટર એકાઉંટ પર એક પછી એક ટ્વીટ કરી દીધા.

સીએમ મમતા બેનર્જી અને બંગાળ પોલિસે આરોપ લગાવ્યો કે રાજ્યના 17 જિલ્લામાં હાઇવે અને મહત્વની જ્ગ્યાઓ પર આર્મી તૈનાત કરી દેવામાં આવી છે. જ્યારે બંગાળ સરકારના આરોપો પર આર્મીએ કહ્યુ કે આ એક રુટીન એક્સરસાઇઝ છે. આમાં પરેશાન થવાની કોઇ વાત નથી.

English summary
CM Mamata Banerjee however, refuses to leave office till Army retreats across West Bengal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X