For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMનો મમતા પર કટાક્ષઃ કમિશન નથી મળતુ એટલે લાગુ નથી થતી કેન્દ્રની યોજના

પ્રધાનમંત્રી મોદીએ ઈશારા ઈશારામાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર જોરદાર હુમલો કર્યો.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના હાવડા સ્થિત બેલુર મઠમાં સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા અને છાત્રોને સંબોધિત કર્યા બાદ પીએમ મોદીએ રવિવારે કોલકત્તા પોર્ટ ટ્રસ્ટ કાર્યક્રમમાં ભાગ લીધો. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ઈશારા ઈશારામાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે પશ્ચિમ બંગાળના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ કોશિશ કરવામાં આવી રહી છે.

‘આ યોજનાઓમાં ન તો કટ મળી શકે છે અને ના કમિશન'

અમે ખાસ કરીને અહીંના ગરીબો, દલિતો, વંચિતો, શોષિતો અને પછાતોના વિકાસ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે પરંતુ તેનો લાભ બંગાળને નથી મળી રહ્યો કારણકે અહીંની સરકાર નથી ઈચ્છતી. પીએમે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર હુમલો કરીને કહ્યુ કે કેન્દ્રની યોજનાઓ અહીં લાગુ નથી કરવાં આવી રહી કારણકે આ યોજનાઓમાં ન તો કટ મળી શકે છે અને ના કમિશન.

પીએમ મોદીએ મમતા બેનર્જી પર કર્યો કટાક્ષ

મમતા બેનર્જી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે તેને આશા છે કે મમતા બેનર્જી આયુષ્માન યોજનાઅને ખેડૂત સમ્માન યોજના પોતાના રાજ્યમાં લાગુ કરવાની મંજૂરી આપી દેશે. તેમણે કહ્યુ કે જેવુ પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર આયુષ્માન ભારત યોજના, પીએમ ખેડૂત સમ્માન નિધિ માટે સ્વીકૃતિ આપશે, અહીંના લોકોને આ યોજનાઓનો પણ લાભ મળવા લાગશે.

શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર કોલકત્તા પોર્ટ ટ્રસ્ટ

આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ એ પણ કહ્યુ કે દેશની આ ભાવનાને નમન કરે હું કોલકત્તા પોર્ટ ટ્રસ્ટનુ નામ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નામ પર કરવાની ઘોષણા કરુ છુ. તેમણે કહ્યુ કે એક રીતે કોલકત્તાનુ આ પોર્ટ ભારતની ઔદ્યોગિક, આધ્યાત્મિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનુ પ્રતીક છે. એવામાં જ્યારે આ પોર્ટ દોઢસોમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યુ છે ત્યારે ન્યૂ ઈન્ડિયાના નિર્માણનુ પણ એક પ્રતીક બનાવવુ જરૂરી છે. તેમણે કહ્યુ કે આજે આ પ્રસંગે હું બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરુ છુ, તેમને નમન કરુ છુ.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ ફાંસી માટે ચારે નરાધમોના ગળાનુ માપ લેવાયુ, ધ્રૂસકેને ધ્રૂસકે રડ્યા હેવાનોઆ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ ફાંસી માટે ચારે નરાધમોના ગળાનુ માપ લેવાયુ, ધ્રૂસકેને ધ્રૂસકે રડ્યા હેવાનો

English summary
Cm Mamta Banerjee Not Implementing Central Schemes Due To Non Availability Of cut money Says PM Narendra Modi, Video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X