For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બધા દુઃખી છે, ધારાસભ્ય મંત્રી પદ માટે, મંત્રી સારા મંત્રાલય માટે અને સીએમને ખુરશી જવાનો ડરઃ ગડકરી

નિતિન ગડકરીએ કહ્યુ કે જે મુખ્યમંત્રી બને છે તે એટલા માટે ડરમાં રહે છે કે તેમની ખુરશી ગમે ત્યારે જતી રહેશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને ખુલીને પોતાની વાત કહેનાર નેતા તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં એક કાર્યક્રમ દરમિયાન નિતિન ગડકરીએ કહ્યુ કે જે મુખ્યમંત્રી બને છે તે એટલા માટે ડરમાં રહે છે કે તેમની ખુરશી ગમે ત્યારે જતી રહેશે. તેમણે કહ્યુ કે દરેક જણ દુઃખી છે. ધારાસભ્ય એટલા માટે દુઃખી છે કે તેને મંત્રી પદ ના મળ્યુ, મંત્રી એટલા માટે દુઃખી છે કે તેને સારુ મંત્રાલય ના મળ્યુ. જેને સારો વિભાગ મળ્યો તે એટલા માટે દુઃખી છે કે તેને મુખ્યમંત્રી પદ ન મળ્યુ. જ્યારે મુખ્યમંત્રી એટલા માટે દુઃખી છે કે તેને એ વાતનો ડર રહે છે કે ક્યાં સુધી રહેશે અને ક્યારે જતા રહેશે.

nitin gadkari

નિતિન ગડકરીનુ આ નિવેદન એટલા માટે પણ મહત્વનુ છે કારણકે છેલ્લા અમુક સમયથી ભાજપ શાસિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ બદલવામાં આવી ચૂક્યા છે. પહેલા ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્રસિંહ રાવતની જગ્યાએ તીરથ સિંહ રાવત અને પછી તેમની જગ્યાએ પુષ્કર સિંહ ધામીને સીએમ બનાવવામાં આવ્યા. વળી, ગુજરાતમાં વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને સીએમની ખુરશી આપવામાં આવી છે. આસામમાં પણ સર્વાનંદ સોનોવાલની જગ્યાએ હિમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

રાજસ્થાન વિધાનસભામાં આયોજિત સેમિનારમાં બોલતા નિતિન ગડકરીએ કહ્યુ કે મને લાગે છે કે આપણે રાજનીતિનો શું અર્થ છે તેના પર વિચાર કરવાની જરૂર છે. રાજનીતિ સામાજિક આર્થિક પરિવર્તનનો પ્રભાવી ઉપક્રમ છે. લોકતંત્રના માધ્યમથી સમાજમાં જે સૌથી છેલ્લા સ્તરે જે વ્યક્તિ ઉભો છે તેના જીવનને બદલવાનો જ લોકતંત્રનો હેતુ છે. હું એમ માનુ છુ કે રાજનીતિમાં રાજનીતિ જ થશે. રાજનીતિનો અર્થ છે સમાજસેવા પરંતુ આજકાલ દૂર્ભાગ્યથી રાજનીતિનો અર્થ આપણે સત્તાકરણ સમજીએ છીએ. આપણે રાજનીતિમાં એટલા માટે નથી આવ્યા કે મંત્રી બનીએ, પોલિસવાલા સેલ્યુટ કરે. આપણે એટલા માટે રાજનીતિમાં આવ્યા છે જેથી દેશના ભાગ્યને બદલવા માંગીએ છીએ, દેશની ગરીબી, ભૂખમરી, બેરોજગારીથી જનતાને મુક્તિ અપાવવા માંગીએ છીએ, દરેક ક્ષેત્રમાં આપણે સમાજના કલ્યાણ માટે પરિવર્તન કરવા માંગીએ છીએ.

જે પણ વિચારધારા છે આપણે તેની સાથે ઉભા રહેવુ જોઈએ. તેની સાથે આપણે ઈમાનદાર રહેવુ જોઈએ પછી પરિણામ ગમે તે હોય. ગડકરીએ કહ્યુ કે જે ભવિષ્ટની ચિંતા કરે છે તે દુઃખી રહે છે. આપણને જે મળ્યુ તેના માટે ખુશ રહેવુ જોઈએ. જિંદગીમાં ઘણા સંઘર્ષ છે. આપણે એ સમસ્યાઓને મ્હાત આપીને યશસ્વી બનીએ છીએ. લોકતંત્રના સંપન્ન બનાવવી જ આપણે નિશ્ચય છે. ગડકરીએ કહ્યુ કે જો ગરીબો માટે કાયદો તોડવો પડે તો હું કાયદો તોડીશ. આપણા જીવનનો હેતુ ગરીબોનુ કલ્યાણ કરવાનો છે.

English summary
CM, minister, MLA no one is happy: Nitin Gadkari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X