For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું શિવસેના સેક્યુલર થઈ ગઈ છે? ના સવાલ પર ભડક્યા સીએમ ઉદ્ધવ ઠાકરે, આપ્યો આ જવાબ

મીડિયાએ જ્યારે ઉદ્ધવ ઠાકરેને સવાલ પૂછ્યો કે શું શિવસેના સેક્યુલરર થઈ ગઈ છે? જેના પર તે ભડકી ગયા. જો કે તેમણે એ સવાલનો જવાબ આપ્યો.

|
Google Oneindia Gujarati News

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ પહેલી કેબિનેટ બેઠક કરી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરીને ઉદ્ધવ ઠાકરેએ ઘણા નીતિગત નિર્ણયોનુ એલાન કર્યુ. આ દરમિયાન મીડિયાએ જ્યારે ઉદ્ધવ ઠાકરેને સવાલ પૂછ્યો કે શું શિવસેના સેક્યુલર થઈ ગઈ છે? જેના પર તે ભડકી ગયા. જો કે તેમણે એ સવાલનો જવાબ આપ્યો. સાથે જ પત્રકારને બંધારણ વાંચવાની પણ સલાહ આપી છે.

thackrey

ગુરુવારે મોડી રાતે ઠાકરે સરકારની થયેલી પહેલી બેઠક બાદ સીએમ ઉદ્ધવે પત્રકારોએ ઘણા નિર્ણયોની માહિતી આપી. ત્યારબાદ પત્રકારે તેમને મહા વિકાસ અઘાડીના કૉમન મિનિમમ પ્રોગ્રામમાં સેક્યુલર શબ્દનો ઉપયોગ કરવા પર સવાલ પૂછ્યો. શું શિવસેના સેક્યુલર થઈ ગઈ છે? જેના પર તે ભડકી ગયા. તેમણે આ સવાલનો જવાબ આપીને કહ્યુ કે સેક્યુલરનો મતલબ શું છે? બંધારણમાં જે કંઈ પણ લખવામાં આવ્યુ છે એ જ સેક્યુલર છે. આ દરમિયાન નેતા છગન ભુજબળે પણ ઉદ્ધવ ઠાકરે તરફથી જવાબ આપ્યો.

કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પર બોલતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે આ સરકાર સામાન્ય જનતા માટે કામ કરશે. જનતાના આશીર્વાદ રહેવા જોઈએ. તેમણે રાયગઢના શિવાજી કિલ્લાનુ સમારકામ કરવાનુ એલાન કર્યુ. તેમણે કહ્યુ કે શિવાજી કિલ્લા માટે 20 કરોડનું ફંડ આપવામાં આવશે. બેઠકમાં સીએમ સાથે શપથ લેનાર 6 મંત્રીઓ સાથે એનસીપી નેતા અજિત પવાર અને આદિત્ય ઠાકરે પણ હાજર હતા.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, 'કસમય વરસાદ અને પૂરના કારણે રાજ્યના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. તેમણે કહ્યુ કે, એવામાં તેમના માટે નાના-મોટી ઘોષણાઓ કરવાથી કંઈ નહિ થાય. મે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે અત્યાર સુધી થયેલા કાર્યક્રમોની માહિતી માંગી છે. સાથે એ પણ માહિતી માંગી છે કે તેમની સ્થિતિને સારી બનાવવા માટે શું કરી શકાય છે. એક-બે દિવસમાં આના પર કોઈ એલાન થશે.'

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને આપી શુભકામનાઆ પણ વાંચોઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેને આપી શુભકામના

English summary
CM Uddhav Thackeray become angry over question on Has Shiv Sena has become secular?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X