મારા ભગવા વસ્ત્રો અંગે લોકો ભ્રમ ફેલાવી રહ્યાં છેઃ CM યોગી

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, તેમના ભગવા વસ્ત્રો અંગે કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યાં છે. પરંતુ તેઓ સમાજના તમામ વર્ગોનું મત જીતી લેશે. સાથે જે તેમણે ખેડૂતોના હિતોને ધ્યાનમાં લઇને બને એટલા જલ્દી નિર્ણયો લેવાની વાત પણ કરી હતી. આરએસએસના સાપ્તાહિકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, મારા અંગે અનેક જાતના ભ્રમ ફેલાવવામાં આવી રહ્યાં છે. જે લોકો દેશની પરંપરાઓનું અપમાન કરતા હતા, તેઓ મારા મુખ્યમંત્રી બન્યા બાદ ડરેલા છે.

yogi adityanath

યોગી આદિત્યનાથે સેક્યૂલર વિચારધારા અંગે કહ્યું કે, કેટલાક લોકો પોતાને લેક્યૂલર ગણાવી દેશની પરંપરાઓ સાથે રમત રમી રહ્યાં છે. આથી જ તેઓ મારા મુખ્યમંત્રી બન્યા બાદ ડરી ગયા છે. યોગી આદિતયનાથને કટ્ટર હિંદુવાદી નેતા ગણવામાં આવે છે, આ અંગે તેમણે કહ્યું કે, અમે તમામ વર્ગોનું ધ્યાન રાખતા ઉત્તર પ્રદેશમાં વિકાસના પંથે આગળ વધીશું. અમે પ્રદેશમાં ખુશી અને સમૃદ્ધિના નવા રસ્તા ખોલીશું.

અહીં વાંચો - અજમેર શરીફ દરગાહના પ્રમુખે કહ્યું, મુસ્લિમો કરે ગૌમાંસનો ત્યાગ

યોગીએ આગળ કહ્યું કે, અમે સત્તામાં કોઇ પદ કે સુખ-સુવિધાઓની લાલચ માટે નથી આવ્યા. અમારી સરકારનો મુખ્ય ધર્મ હશે રાષ્ટ્ર. આ માનવતાનું બિંદુ છે. પ્રદેશમાં અમે ભ્રષ્ટાચારમુક્ત પ્રશાસન સ્થાપિત કરશું અને ગુંડારાજનો નાશ કરીશું. ભવિષ્યના બે મહિનાઓમાં જ પરિવર્તન દેખાશે.

English summary
CM Yogi adityanath says misconceptions due to my saffron-clad look.
Please Wait while comments are loading...