સીએમ યોગીનું એલાન, વરસાદ- કરાથી જીવ ગુમાવનારને 4 લાખનું વળતર મળશે

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં વરસાદની આગાહી આપી છે જેને જોતાં ખેડૂતો એલર્ટ થઇ ગયા છે. ગત દિવસોમાં વરસાદના કારણે ઘઊંના પાકને નુકસાન થયું હતું.

ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં શુક્રવારે વરસાદ અને કરા પડવાના કારણે ખેડૂતોને જબરું નુકસાન થયું છે. સીએમ યોગી આદિત્યનાથે વિવિધ જિલ્લાઓમાં થયેલ વરસાદ અને કરાને જોતાં અધિકારીઓને તરત રાહત કાર્ય ચલાવવા નિર્દેશ આપ્યા છે. આની સાથે જ આપત્તિને કારણે જાનહાની થવા પર પ્રભાવિત પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયતા રાશિ આપવાની ઘોષણા કરી છે.

વળતર તરત પહોંચે તેવો આદેશ આપ્યો છે. સીએમ યોગીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે જે લોકોના ઘરોને નુકસાન પહોંચ્યું છે અથવા પશુની હાનિ થઇ છે. એવા પ્રભાવિતોને તાત્કાલિક નાણાકીય સહાયતા પહોંચાડવામાં આવે. પ્રાકૃતિક આપત્તિને કારણે પાક બરબાદ થયો છે. એવામાં પાકના નુકસાનનું આંકલન કરી તેનો રિપોર્ટ સરકારને સોંપવા આદેશ આપ્યો છે જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી શકાય.

yogi adityanath

વીજળી પડવાથી થયું નુકસાન

યૂપીમાં વરસાદ અને કરા પડવાની સાથે બારાબંકી અને કુશીનગરમાં વીજળી પડવાના પણ અહેવાલ સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કેટલાય જિલ્લામાં પ્રાકૃતિક આપત્તિથી ઘઉંનો પાક બરબાદ થઇ ગયો છે. હવામાન વિભાગે પોતાના પૂર્વાનુમાનમાં આગલા પાંચ દિવસ સુધી મધ્યમથી તેજ વરસાદની સંભાવનાજતાવી છે જેણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

હવામાન વિભાગે મેરઠ, મુઝફ્ફરનગર, બાગપત, શામલી, હાપુડ, નોઈડા, અલીગઢ, ગાઝિયાબાદ, રામપુર, બિઝનૌરમાં હળવો વરસાદ થયો છે જ્યારે બદાયૂં, સંભલ, ફર્રુખાબાદ, સહારનમાં મધ્યમ વરસાદ અને બરેલી, પીલીભીતમાં મધ્યમથી તેજ વરસાદની સંભાવના જતાવી છે. હવામાન વિભાગે આની સાથે જ કેટલાય જિલ્લાઓ માટે યેલો એલર્ટ પણ જાહેર કર્યું હતું.

હવામાન વિભાગે પોતાની ગાઈડલાઈનમાં ખેડૂતોને સિંચાઈ ના કરવાની સલાહ આપી છે અને જ્યાં ફસલ પાકી ગઈ છે તેને તાત્કાલિક કાપવાનું કહેવાયું છે જેથી વરસાદથી તેને નુકસાન ના પહોંચે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X