CM યોગી દ્વારા નામકરણનો સિલસોલો યથાવત, 'કાકોરી કાંડ' હવે 'ટ્રેન એક્શન ડે' તરીકે ઓળખાશે
લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે 'કાકોરી કાંડ'નું નામ બદલીને 'કાકોરી ટ્રેન એક્શન' કરી દીધું છે. સરકાર માને છે કે 'કાંડ' શબ્દ ભારતના આઝાદીની લડાઇના ભાગરૂપે ઘટનાની અપમાનની ભાવનાને દર્શાવે છે. આ કારણોસર તેનું નામ બદલવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ કાકોરીમાં આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાર્તા પઠન, તિરંગા યાત્રા, ફિલ્મ પ્રદર્શન સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને અન્ય ઘણા મહેમાનોએ આ પ્રસંગે હાજરી આપી હતી.
UP CM મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશને અમૃત મહોત્સવના 'પંચ સૂત્રો' આપ્યા છે
કાકોરી ટ્રેન એક્શન ડેની 97મી વર્ષગાંઠ પર UP CM યોગીએ દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા સેનાનીઓની અમર આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં સંબોધન કરતા UP CM યોગીએ જણાવ્યું હતું કે, અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે કે સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત, આઝાદીના લડવૈયાની પ્રેરણાનું અમૃત, નવા વિચારોનું અમૃત, નવા સંકલ્પનું અમૃત, સ્વતંત્રતાનું અમૃત, UP CM મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશને અમૃત મહોત્સવના 'પંચ સૂત્રો' આપ્યા છે.
દેશની આ સ્વતંત્રતાને દરેક કિંમતે બચાવવાની જવાબદારી દરેક ભારતીયની છે
UP CM યોગીએ કહ્યું કે, કાકોરી ટ્રેન એક્શન ડેની ઘટનામાં ક્રાંતિકારીઓ દ્વારા માત્ર 4,600 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ અંગ્રેજોએ આ સમગ્ર ઘટના સાથે સંકળાયેલા તમામ ક્રાંતિકારીઓ સામે કાર્યવાહી કરવામાં 10 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. કાકોરી એક્શન ડેની વાર્તા હંમેશા આપણને એ અહેસાસ કરાવે છે કે, દેશની આઝાદીથી વધુ મહત્વનું કશું નથી. કોઈપણ કિંમતે દેશની આ આઝાદીનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે.
જાતિ-ધર્મથી ઉપર ઉઠીને ભારત માત્ર રાષ્ટ્રવાદથી જોડાયેલું છે : UP CM યોગી
UP CM યોગીએ જણાવ્યું કે, 'આત્મનિર્ભર ભારત'ની કલ્પનાને સાકાર કરવા માટે, જો દરેક ભારતીય પોતાની ફરજો નિભાવવાનું શરૂ કરે તો તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે, ભારત વિશ્વમાં એક મહાસત્તા તરીકે ઉભરી આવશે. UP CM યોગીએ કહ્યું કે, વિશ્વને એ સમજાવવાની જરૂર છે કે, 136 કરોડની વસ્તી ધરાવતો ભારત કોઈપણ જાતિ, ધર્મ, પ્રદેશ, ભાષા અથવા અન્ય ભેદભાવથી ઉપર છે અને તે માત્ર એક જ ધર્મ સાથે સંકળાયેલો છે અને તે છે આપણો 'રાષ્ટ્રધર્મ'.