કોચીન શિપયાર્ડમાં ધમાકો, 5ની મોત, 13 ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

કેરળના કોચીન શિપયાર્ડમાં વિસ્ફોટના ખબર આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં 5 લોકોના મોત થયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઓએનજીસીની ડ્રીલ શીપ સાગર ભૂષણનું રિપેરીંગનું કામ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે શિપયાર્ડમાં આ વિસ્ફોટ થયો છે. અને ચારે બાજુ ધુમાડો ફેલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે હાલ તંત્ર દ્વારા ત્યાં બચાવ કામકાગી હાથમાં લેવામાં આવી છે. અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આ વિસ્ફોટ શીપના રિપેરિંગ વખતે વાટર ટેંકમાં થયો હતો.

cochin

વધુમાં વિસ્ફોટ અંગે જાણ થતા ઓએનજીસીના ઉચ્ચ અધિકારીઓ સમતે તંત્રના પણ મોટા અધિકારી અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે. વધુમાં કામ કરતા લોકોના પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ મૃતકોની સંખ્યા વધે તેવી સંભાવના રહેલી છે. ત્યારે આ વિસ્ફોટ કેમ થયો તે અંગે હાલ તપાસ ઉચ્ચ સ્તરીય તપાસ થશે તેમ મનાઇ રહ્યું છે.

English summary
5 people were killed and several others injured in a blast that occurred during the maintenance works of a ship at Cochin Shipyard on Tuesday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.