ઉ. ભારતમાં ઠંડીનું મોઝું, યુપીમાં 26ના મોત

cold wave
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: ઉત્તર ભારતમાં હાલમાં ઠંડીનું મોઝું ફરી વળ્યું છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર ધુમ્મસના કારણે ટ્રેનો અને હવાઇ વ્યવહાર પર ખાસી અસર પડી છે. જાણકારી અનુસાર દિલ્હી આવનાર અને જનારી લગભગ 39 જેટલી ટ્રેનો પર અસર પડી છે અને આ ટ્રેન મોડી ચાલી રહી છે. રાજધાની દિલ્હીમાં પણ ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવનની મુશ્કેલીમાં વધારો થયો છે.

જ્યારે ઉત્તર પ્રદેશમાં કડક ઠંડીના કારણે માત્ર 24 કલાકમાં 26 લોકોના મૃત્યું થઇ ચૂક્યા છે. રાજધાની લખનઉ સહિત રાજ્યના અન્ય શહેરોમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઉત્તર પ્રદેશમાં પણ હવાઇ વ્યવહાર અને ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે.

અધિકારીક આંકડાઓ અનુસાર રાજ્યમાં ઠંડીના કારણે ગોરખપુરમાં છ, જૌનપુર અને બલિયામાં ચાર-ચાર, મિર્જાપૂરમાં બે તથા આજમગઢ, ભદોહી, ચંદોલી, વારાણસીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત રવિવારે મોડીરાત્રે ધુમ્મસના કારણે થયેલા જુદા-જુદા માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે.

યુપીમાં ટેમ્પ્રેચર ઓછામાં ઓછું 10, બિહારમાં 11 અને ગુજરાતમાં 12થી 13 ડિગ્રી સેસ્લીયસ નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધવાના કારણે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ઠંડીની લહેર પ્રસરી ગઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X