For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુર્જર અનામતના પ્રણેતા કર્નલ કિરોડી સિંહ બેંસલાનુ નિધન, લાંબા સમયથી હતા બિમાર

ગુર્જર અનામતના પ્રણેતા કર્નલ કિરોડી સિંહ બેંસલાનુ આજે સવારે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ એક મોટા સમાચાર રાજસ્થાનથી છે. અહીંના ગુર્જર અનામતના પ્રણેતા કર્નલ કિરોડી સિંહ બેંસલાનુ આજે સવારે નિધન થઈ ગયુ છે. તેઓ ઘણા દિવસોથી બિમાર હતા. બેંસલાએ આજે સવારે જયપુર સ્થિત પોતાના આવાસ પર અંતિમ શ્વાસ લીધા. આજે સવારે તેમની તબિયત બગડતા તેમને મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા. તમને જણાવી દઈએ કે પોતાની બિમારીના કારણે કર્નલ કિરોડી સિંહ બેંસલાએ ગુર્જર અનામત સંઘર્ષ સમિતિની કમાન પોતાના દીકરા વિજય બેંસલાને થોડા દિવસો અગાઉ સોંપી દીધી હતી.

kirori singh bainsla

ઉલ્લેખનીય છે કે કિરોડી સિંહ બેંસલા સેનામાં કર્નલ હતા પરંતુ રિટાયર થયા બાદ બેંસલાએ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. બેંસલા ભાજપની ટિકિટ પર ટોંક-સવાઈ માધોપુર લોકસભાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ કોંગ્રેસના નમોનારાયણ મીણા સામે ચૂંટણી હારી ગયા હતા. તેમના નિધનથી રાજસ્થાનમાં શોકની લહેર છે.

અજમેરથી ભાજપના સાંસદ ભગીરથ ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'કર્નલ કિરોડી સિંહજી બેંસલાના નિધનના સમાચાર દુઃખદ છે. સમાજ સુધારક તેમજ સમાજને સંગઠિત કરવામાં પોતાના અથાગ યોગદાન અવિસ્મરણીય રહેશે. ભગવાન દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન તેમજ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!!' વળી, જયપુર નગર નિગમના મેયર સૌમ્યા ગુર્જર અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર સિંહ યાદવે પણ બેંસલાના નિધન પર ઉંડુ દુઃખ વ્યક્ત કર્યુ છે.

કર્નલ કિરોડી સિંહ બેંસલાનો જન્મ રાજસ્થાનના કરૌલી જિલ્લાના મુંડિયા ગામમાં થયો હતો. ગુર્જર સમાજમાંથી આવતા કિરોડી સિંહે પોતાના કરિયરની શરુઆત શિક્ષક તરીકે કરી હતી પરંતુ પિતા સેનામાં હોવાના કારણે તેમની ઈચ્છા આર્મીમાં જવાની હતી. તેમણે સેનામાં જવાનુ મન બનાવી લીધી અને સિપાહી તરીકે દેશ સેવા કરવા લાગ્યા. સેનાની રાજપૂતાના રાઈફલ્સમાં તેઓ ભરતી થયા. સેનામાં રહીને તેમણે 1962માં ભારત-ચીન યુદ્ધ અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો.

પાકિસ્તાનમાં યુદ્ધબંધી પણ રહ્યા હતા બેંસલા

કર્નલ કિરોડી સિંહ બેંસલા પાકિસ્તાનમાં યુદ્ધબંધી પણ રહ્યા. તેમને બે ઉપનામોથી ઓળખવામાં આવે છે. સીનિયર્સ તેમના જિબ્રાલ્ટરી ચટ્ટાન અને સાથી કમાંડો તેમને ઈન્ડિયન રેમ્બો કહીને બોલાવતા હતા. કિરોડી સિંહ સામાન્ય સિપાહીમાંથી કર્નલ રેંક સુધી પહોંચ્યા હતા. બેંસલાના ચાર સંતાનો છે. એક દીકરી રેવન્યુ સેવામાં છે અને બે દીકરા સેનામાં છે. એક દીકરો ખાનગી કંપનીમાં કાર્યરત છે. બેંસલાની પત્નીનુ નિધન પહેલા જ થઈ ચૂક્યુ છે. તેઓ પોતાના દીકરા સાથે હિંડોનમાં રહેતા હતા.

English summary
Colonel Kirori Singh Bainsla, the leader of Gurjar reservation, passed away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X