For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં LGએ 5 દિવસના ઈન્સ્ટીટ્યુશનલ ક્વૉરંટાઈનનો આદેશ પાછો લીધો

રાજ્ય સરકારના વિરોધ બાદ હવે ઉપરાજ્યપાલે પોતાનો આદેશ પાછો લઈ લીધો છે.

|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્લીમાં કોરોના સંક્રમિતો દર્દીઓની સંખ્યા 50 હજારને પાર પહોંચી ગઈ છે. જેને જોતા કેજરીવાલ સરકારે દિલ્લીમાં હળવા અને વિના લક્ષણવાળા દર્દીઓને હોમ ક્વૉરંટાઈન કરવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ ઉપરાજ્યપાલ અનિલ બૈજલે તેમના આ આદેશને પલટી દીધો હતો. સાથે જ કોરોના સંક્રમિત દર્દીઓ માટે 5 દિવસનુ ઈન્સ્ટીટ્યુશનલ ક્વૉરંટાઈન અનિવાર્ય કરી દીધુ હતુ. રાજ્ય સરકારના વિરોધ બાદ હવે ઉપરાજ્યપાલે પોતાનો આ આદેશ પાછો લઈ લીધો છે.

anil baijal

રાજ્યપાલે ટ્ટવિટ કરીને લખ્યુ કે હળવા અને વિના લક્ષણવાળા એવા દર્દી જેમના ઘરમાં હોમ ક્વૉરંટાઈનની સુવિધા નથી, માત્ર તેમને ઈન્સ્ટીટ્યુશનલ ક્વૉરંટાઈનમાં રાખવામાં આવશે. આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે શનિવારે બપોલે થયેલ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (SDMA)ની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ કે જ્યારે ICMRએ હળવા અને વિના લક્ષણવાળા દર્દીઓને ઘરે જ ક્વૉરંટાઈન કરવાની પરવાનગી આપી છે. તો દિલ્લીમાં અલગ અલગ નિયમ કેમ લાગુ કરવામાં આવી રહ્યા છે. તેમણે પૂછ્યુ કે ક્વૉરંટાઈન સેન્ટર્સમાં ડૉક્ટર અને આરોગ્યકર્મીઓની વ્યવસ્થા ક્યાંથી કરવામાં આવશે. સરકારના આ વિરોધ બાદ ઉપરાજ્યપાલે શનિવરે સાંજે પોતાનો આદેશ પાછો લઈ લીધો.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના અલગ અલગ રાજ્યોમાં શુક્રવારે 14516 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ દર્દીઓની સંખ્યા વધીને 3,95,048 થઈ ગઈ. જેમાંથી 12,948 લોકોના મોત થયા છે. જ્યારે 2,13,831 રિકવર થઈ ચૂક્યા છે. વળી, બીજી તરફ રાજધાની દિલ્લીમાં 53,116 કેસ સામે આવ્યા છે જેમાં 2,035 લોકોના મોત થયા છે.

ઑનલાઈન સુનાવણી વખતે ટી શર્ટ પહેરી બેડ પર સૂતા જણાયા વકીલ, સુપ્રીમ કોર્ટે ઝાટક્યાઑનલાઈન સુનાવણી વખતે ટી શર્ટ પહેરી બેડ પર સૂતા જણાયા વકીલ, સુપ્રીમ કોર્ટે ઝાટક્યા

English summary
Compulsory institutional quarantine for COVID19 patients rollback by Delhi LG.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X